બધી કહેવતોAll of them, by first letter.
9341 sayings. Ones with an English meaning come first.
403 sayings starting with દ · page 1 of 3
-
૨ દહાડાનું ચાંદરણું.
2 dahāḍānuṁ cāṁdaraṇuṁ.
A brightness that will not last the week.
-
દાદા દીઠે દુઃખ ઉપજે, સંભાયે સુખ જાય; જે શેરીએ દાદા સંચરે, ત્યાં હાલકલોલક થાય.
dādā dīṭhē duḥkha upajē, saṁbhāyē sukha jāya; jē śērīē dādā saṁcarē, tyāṁ hālakalōlaka thāya.
Said of an oppressive figure whose mere presence or mention brings dread and trouble to everyone.
-
દાદર—ઓફી દાતણ જે કરે, નરણાં હરડે ખાય;
dādara—ōphī dātaṇa jē karē, naraṇāṁ haraḍē khāya;
Maintaining simple daily health habits keeps one away from the doctor.
-
દાઢ હાથીના પેટમાં પણ બોલે.
dāḍha hāthīnā pēṭamāṁ paṇa bōlē.
A deeply hidden truth or secret desire eventually finds a way to reveal itself.
-
દાધ વગરની આબરૂ એ સઉ કરતાં ઉમદા જવાહીર છે.
dādha vagaranī ābarū ē sau karatāṁ umadā javāhīra chē.
A good name is more valuable than any material wealth.
-
દાઢીમૂછ આવશે તો દીકરાને આવશે.
dāḍhīmūcha āvaśē tō dīkarānē āvaśē.
Certain things happen in their own time and cannot be forced.
-
દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
dāḍhīnī dāḍhī nē sāvaraṇīnī sāvaraṇī
Two purposes served in the one stroke.
-
દાદુરા—કડવી હોય લીમડી, મીઠી હોયે છાંય; અંધવ હોય અખેલણા, તોએ પોતાની બાંધ.
dādurā—kaḍavī hōya līmaḍī, mīṭhī hōyē chāṁya; aṁdhava hōya akhēlaṇā, tōē pōtānī bāṁdha.
Family members may be difficult, but they are still your blood and support.
-
દગા કીસીકા સગા નહી, નાં માનો તો કર દેખો.
dagā kīsīkā sagā nahī, nāṁ mānō tō kara dēkhō.
Dishonesty will eventually betray you.
-
દગા કીસીકા સગા નહીં.
dagā kīsīkā sagā nahīṁ.
Dishonesty eventually harms the person who practices it.
-
દગલબાજ બમણું નમે
dagalabāja bamaṇuṁ namē
Watch the man whose courtesy is the most elaborate.
-
દગો કોઈનો સગો નહિ.
dagō kōīnō sagō nahi.
It turns on whoever used it, in the end.
-
દહાડે ડોળાં ચારે, રાતે હીરા પારખે.
dahāḍē ḍōḷāṁ cārē, rātē hīrā pārakhē.
Applied to a hypocrite or incompetent person who pretends to have high expertise outside his humble station.
-
દહાડે ઘણી દેખે નહીં કાંઈ, તો રાત્રે ચોર શું દેખે?
dahāḍē ghaṇī dēkhē nahīṁ kāṁī, tō rātrē cōra śuṁ dēkhē?
Said of someone who is completely incapable or incompetent.
-
દહાડીનું લાગ્યું ને ભવનું ભાગ્યું.
dahāḍīnuṁ lāgyuṁ nē bhavanuṁ bhāgyuṁ.
A single fortunate opportunity or act of effort permanently ends a long period of poverty or suffering.
-
દહાડો—પડી ગરજ મન ઓર હે, સરી ગરજ મન ઓર;
dahāḍō—paḍī garaja mana ōra hē, sarī garaja mana ōra;
Said of self-interested people whose attitude changes once their purpose is served.
-
દહરા—બડે બડેકું દુઃખ હે, છોટેસે દુઃખ દૂર;
daharā—baḍē baḍēkuṁ duḥkha hē, chōṭēsē duḥkha dūra;
People in elevated positions bear heavy burdens from which humble people are free.
-
દહરા—જબ તુમ आये જગતમેં, જગ હસે તુમ રોય;
daharā—jaba tuma आये jagatamēṁ, jaga hasē tuma rōya;
Encourages living a righteous life so that others honour and mourn one's departure.
-
દહરા—જયસી સોબત જગતમેં, તૈસો કરત ઉપાય;
daharā—jayasī sōbata jagatamēṁ, taisō karata upāya;
One's behavior is shaped by their social circle.
-
દહરા—મહોબત કીજે મરદકી, કબહુ આવત કામ;
daharā—mahōbata kījē maradakī, kabahu āvata kāma;
Form alliances with reliable and strong people.
-
દહરા—થાલ નહીં જ્યાં લોભના, શોભા સઘળી જાય;
daharā—thāla nahīṁ jyāṁ lōbhanā, śōbhā saghaḷī jāya;
Uncontrolled avarice strips away all dignity and leaves a person eternally unsatisfied.
-
દાઈની આગળ પેટ છુપાય નહી.
dāīnī āgaḷa pēṭa chupāya nahī.
You cannot hide the truth from someone who knows the situation intimately.
-
દૈવને દયા નહીં, દૈતને દયા નહીં.
daivanē dayā nahīṁ, daitanē dayā nahīṁ.
Destiny and cruel people are both utterly relentless and unfeeling.
-
દાઝી તો દાઝી, પણ પૂછી પૂછીને ખાધી.
dājhī tō dājhī, paṇa pūchī pūchīnē khādhī.
Engaging in a risky action after full warning and consultation leaves no ground to complain about the painful outcome.
-
દાઝ્યા પર ડામ
dājhyā para ḍāma
Fresh injury exactly where the person was already hurt.
-
દાજ્યાં ઉપર ડામ.
dājyāṁ upara ḍāma.
Used when someone already suffering is subjected to further misfortune.
-
દકાળે (દુ) કાહેલી જર ખવાય.
dakāḷē (du) kāhēlī jara khavāya.
In times of extreme scarcity or crisis, one is forced to accept and consume low-quality things that would normally be rejected.
-
દખણુની નારી, બાર હાથની સાડી ને અરધી ટાંગ ઉઘાડી.
dakhaṇunī nārī, bāra hāthanī sāḍī nē aradhī ṭāṁga ughāḍī.
A descriptive observation of regional dress styles.
-
દલાલે દીવાળું નહીં ને મસીદે ખાતર નહીં.
dalālē dīvāḷuṁ nahīṁ nē masīdē khātara nahīṁ.
Some people live off others without taking any personal responsibility.
-
દાળની સોબતથી ચોળા નર મટી નારી થયા.
dāḷanī sōbatathī cōḷā nara maṭī nārī thayā.
Association with others changes one's own nature.
-
દાલત બેટી સુમકી, ખરચી કદી ન જાય;
dālata bēṭī sumakī, kharacī kadī na jāya;
A miser hoards wealth without ever enjoying it, only for it to eventually end up in someone else's hands.
-
દળવાનું હતું તે ભરડવાનું થયું.
daḷavānuṁ hatuṁ tē bharaḍavānuṁ thayuṁ.
Said when a task that required careful, fine execution ends up being done in a rough, hasty, or unsatisfactory manner.
-
દળી, દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું
daḷī, daḷīnē ḍhāṁkaṇīmāṁ ugharāvyuṁ
An enormous labour producing a comically small result.
-
દાળીઆ લેઈ ખાએ.
dāḷīā lēī khāē.
Describing someone living hand-to-mouth or existing on extremely meager fare.
-
દાલુરે—રાગ વિના રાગે, નિર્ધનીઓ કુટાય;
dālurē—rāga vinā rāgē, nirdhanīō kuṭāya;
The poor are often the victims of injustice without cause.
-
દળ્યાનું દળામણ આપે તેમાં પાડ શાનો?
daḷyānuṁ daḷāmaṇa āpē tēmāṁ pāḍa śānō?
When a service is paid for, there is no need to feel indebted to the provider.
-
દામ કરે કામ અને બીબી કરે સલામ
dāma karē kāma anē bībī karē salāma
Where the money is, the deference follows.
-
દામ કરે કામ, બીબી કરે સલામ.
dāma karē kāma, bībī karē salāma.
Money commands respect and gets things done.
-
દામ કરે કામ લોઢી કરે સલામ.
dāma karē kāma lōḍhī karē salāma.
Wealth commands respect and gets things done.
-
દામ કરે કામ લોંડી કરે સલામ.
dāma karē kāma lōṁḍī karē salāma.
Wealth commands obedience, service, and social respect.
-
દામ ખોટું તો પરખનાર શું કરે.
dāma khōṭuṁ tō parakhanāra śuṁ karē.
One cannot extract value from something that is inherently worthless.
-
દમ સુકા મારવા.
dama sukā māravā.
Making grand, empty boasts without having any real power or substance behind them.
-
દમડે ઊંટ વેચાય છે, પણ દમડા ક્યાં છે ?
damaḍē ūṁṭa vēcāya chē, paṇa damaḍā kyāṁ chē ?
Even the greatest bargain is useless to someone who lacks the tiny sum needed to purchase it.
-
દમડી સારૂ રૂપીઆના ગોદા ખમવા નહી.
damaḍī sārū rūpīānā gōdā khamavā nahī.
Do not suffer a large loss for a trivial gain.
-
દમડીએ ઊંટ વેચાય પણ લેવાની શકતી નહી.
damaḍīē ūṁṭa vēcāya paṇa lēvānī śakatī nahī.
Even when something is very cheap, one cannot buy it if they lack the necessary funds.
-
દમપર શુમાર.
damapara śumāra.
Used to describe someone who is very old or near death.
-
દમયંતી સીતા સતી, દ્રૌપદી ભઈ દુઃખ પાત્ર; ઉનકે દુઃખકા તોલ કર, ભવ દુઃખ હય કાણ માત્ર.
damayaṁtī sītā satī, draupadī bhaī duḥkha pātra; unakē duḥkhakā tōla kara, bhava duḥkha haya kāṇa mātra.
One should bear personal hardships patiently by remembering that even the greatest and most virtuous figures of history suffered far worse.
-
દમયંતી સીતા સતી, દ્રૌપદી થઇ દુઃખ પાત્ર?
damayaṁtī sītā satī, draupadī thai duḥkha pātra?
One should bear their own misfortunes patiently by remembering that even the greatest and most virtuous figures of history suffered immense hardships.
-
દાન, ભાડું ને દક્ષણા એ ઉધાર નહી.
dāna, bhāḍuṁ nē dakṣaṇā ē udhāra nahī.
These are obligations that must be paid or given without expectation of return.
-
દાનચોરી સન્જેરી થાય નહી.
dānacōrī sanjērī thāya nahī.
You cannot achieve a good result through dishonest means.
-
દાનાવ દુશ્મન કરતાં નાદાન દોસ્ત માઠો.
dānāva duśmana karatāṁ nādāna dōsta māṭhō.
A well-meaning but foolish person can cause more damage than a calculated opponent.
-
દંડ મુંડ ને ડહામ, એ રણછોડજીનાં કામ.
daṁḍa muṁḍa nē ḍahāma, ē raṇachōḍajīnāṁ kāma.
Pilgrimage or religious devotion often involves hardships, costs, and bodily mortification.
-
દંડ મુંડ ને ડહામ, એ રણુછોડજીનાં કામ.
daṁḍa muṁḍa nē ḍahāma, ē raṇuchōḍajīnāṁ kāma.
Refers to the harsh or unpredictable nature of divine justice or fate.
-
દાંત આપે તે ચવેણુંભી આપે.
dāṁta āpē tē cavēṇuṁbhī āpē.
God provides the means of sustenance along with the life that requires it.
-
દાંતે લુણ જે વાપરે, કવળે ઊંધું ખાય; ડાબું પડખું દાબી સુએ, તે ઘર વૈદ ન જાય.
dāṁtē luṇa jē vāparē, kavaḷē ūṁdhuṁ khāya; ḍābuṁ paḍakhuṁ dābī suē, tē ghara vaida na jāya.
Practicing daily healthy habits ensures freedom from disease.
-
દાંતે તરણાં લીધાં; મ્હોમાં ખાસડું લીધું.
dāṁtē taraṇāṁ līdhāṁ; mhōmāṁ khāsaḍuṁ līdhuṁ.
Said of someone who has been utterly humiliated and forced to beg for mercy in the most abject manner.
-
દાંતે તરણાં લીધાં; મ્હોમાં ખાસકું લીધું.
dāṁtē taraṇāṁ līdhāṁ; mhōmāṁ khāsakuṁ līdhuṁ.
Expresses extreme surrender, humiliation, and begging for mercy.
-
દારા ચીઠીએ છોકરા થાય તો પરણુવાને કોઈ નહી જાય.
dārā cīṭhīē chōkarā thāya tō paraṇuvānē kōī nahī jāya.
Some things cannot be achieved through shortcuts or remote means; they require direct action.
-
દર દર મૂષક ન હોય, ક્યાંક નમેરા નાગ પણ હોય.
dara dara mūṣaka na hōya, kyāṁka namērā nāga paṇa hōya.
Caution is necessary because not every situation or person is harmless, and hidden danger may lurk.
-
દરદ કરતાં ઉપાય માઠો.
darada karatāṁ upāya māṭhō.
The solution proposed causes more trouble than the original problem.
-
દરદ માત્રની દવા.
darada mātranī davā.
There is a solution for every problem.
-
દરદી, તેની દવા કરનાર વૈદ તથા દરદ, એ ત્રણમાંથી દરદી અને વૈદ એક દીલ હોય તો દરદનું જોર એકલું પડી કમી થાય, પણ દરદી અને દરદ એક દીલ હોય તો વૈદ એકલો પડે ને તેથી દરદનું જોર વધે.
daradī, tēnī davā karanāra vaida tathā darada, ē traṇamāṁthī daradī anē vaida ēka dīla hōya tō daradanuṁ jōra ēkaluṁ paḍī kamī thāya, paṇa daradī anē darada ēka dīla hōya tō vaida ēkalō paḍē nē tēthī daradanuṁ jōra vadhē.
Recovery depends on the patient's cooperation and will to get better.
-
દરદીને ભાવે તેવું વૈદ ફરમાવીઉં.
daradīnē bhāvē tēvuṁ vaida pharamāvīuṁ.
Sometimes advice is given to please the listener rather than to provide a cure.
-
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.
darajīnō dīkarō jīvē tyāṁ sudhī sīvē.
You do your trade until the day you stop.
-
દરવાજો ખોલ્લો રાખે ને મોરી બંધ કરે.
daravājō khōllō rākhē nē mōrī baṁdha karē.
Focusing on trivial matters while ignoring major security or safety issues.
-
દરેજ સુતી વખતે ને દહાડે ભલું કામ શું શું કીધું તે યાદ કરતા રહો.
darēja sutī vakhatē nē dahāḍē bhaluṁ kāma śuṁ śuṁ kīdhuṁ tē yāda karatā rahō.
Encourages daily self-reflection on one's virtuous actions.
-
દરેક કોમની સંસારી અને ધરમે સંબંધી રીતભાત જુદી જુદી.
darēka kōmanī saṁsārī anē dharamē saṁbaṁdhī rītabhāta judī judī.
Acknowledges cultural diversity.
-
દરેક માણસ પોતેજ પોતાનો તબીબ.
darēka māṇasa pōtēja pōtānō tabība.
One is responsible for their own health and well-being.
-
દરેક વિદ્યા અને હુન્નરના અભ્યાસીઓ જુદા જુદા હોય છે, તેથીજ તરેહવાર બાબતો જાહેરમાં આવે છે.
darēka vidyā anē hunnaranā abhyāsīō judā judā hōya chē, tēthīja tarēhavāra bābatō jāhēramāṁ āvē chē.
Specialization leads to the advancement of knowledge.
-
દરીઆ કહે હું દુઃખીઓ, મારું દુઃખ ન જાણે કોય;
darīā kahē huṁ duḥkhīō, māruṁ duḥkha na jāṇē kōya;
Even those who appear vast, powerful, and prosperous have deep, unseen sorrows of their own.
-
દરીઆનું પાણી છે, જે વાળે તેના બાપનું.
darīānuṁ pāṇī chē, jē vāḷē tēnā bāpanuṁ.
Public or unowned abundance can be claimed by anyone resourceful enough to take advantage of it.
-
દરિદ્રીને ખાટલે વેરી.
daridrīnē khāṭalē vērī.
Misfortune or trouble plagues an already impoverished person, leaving no peace.
-
દરિદ્રીને ખાટલો વેરી.
daridrīnē khāṭalō vērī.
Sleeping or staying idle is highly detrimental to a poor person who must work constantly to survive.
-
દરિયામાં રહેવું ને મગરમચ્છથી વેર.
dariyāmāṁ rahēvuṁ nē magaramacchathī vēra.
It is foolish to antagonize those who have power over your immediate environment.
-
દરિયાનો તાગ આવે, પણ છ તસુની છાતીનો તાગ આવે નહીં.
dariyānō tāga āvē, paṇa cha tasunī chātīnō tāga āvē nahīṁ.
Human nature is unfathomable.
-
દસાડા દફતરમાં નહીં.
dasāḍā daphataramāṁ nahīṁ.
Spoken of an insignificant place or person that is completely unrecorded or disregarded.
-
દશરાને દહાડે જે ઘોડુ ન દોડ્યું તે આડે દહાડે શું દોડે?
daśarānē dahāḍē jē ghōḍu na dōḍyuṁ tē āḍē dahāḍē śuṁ dōḍē?
Said of someone who fails to perform or be useful during a critical, high-stakes moment when they were most needed.
-
દશરાને દહાડે જે ઘોડું ન દોડ્યું તે આડે દહાડે શું દોડે?
daśarānē dahāḍē jē ghōḍuṁ na dōḍyuṁ tē āḍē dahāḍē śuṁ dōḍē?
Someone who fails to perform on the crucial occasion cannot be expected to deliver at ordinary times.
-
દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
daśērānā divasē ja ghōḍu na dōḍē
It fails on the one occasion the whole year was pointing at.
-
દાતા દાન કરે, ને ઉપર વિનય કરે.
dātā dāna karē, nē upara vinaya karē.
True generosity is accompanied by modesty.
-
દાતા દાન કરે, ને ઊપર વિનય કરે.
dātā dāna karē, nē ūpara vinaya karē.
Truly noble givers donate generously without pride or condescension.
-
દાતાર કૃપણના વરે એક.
dātāra kr̥paṇanā varē ēka.
Fate treats both the charitable and the stingy equally in the end.
-
દાતાર કૃપણુનો વરે એક.
dātāra kr̥paṇunō varē ēka.
Both the generous giver and the stingy miser ultimately meet the same fate in death, leaving their wealth behind.
-
દાતાર તો મર ગયા ને રહ્યા મખીચુસ, લેવુ દેવુ જાણે નહી ને લડવેમે મજબુત.
dātāra tō mara gayā nē rahyā makhīcusa, lēvu dēvu jāṇē nahī nē laḍavēmē majabuta.
Used to criticize someone who is stingy and unhelpful but aggressive in conflict.
-
દાતરડાં ગળવાં સહેલ છે, પણ કાહાડવાં મુશ્કેલ છે.
dātaraḍāṁ gaḷavāṁ sahēla chē, paṇa kāhāḍavāṁ muśkēla chē.
Getting into a situation is easy, but getting out of it is hard.
-
દાતારનું મુખ દેખતાં, દુઃખ જન્મનાં જાય;
dātāranuṁ mukha dēkhatāṁ, duḥkha janmanāṁ jāya;
The presence of a truly generous and noble person brings immediate comfort and relief to those in distress.
-
દાટે ધન પાતાળ, ગળેથી છુટે નહીં;
dāṭē dhana pātāḷa, gaḷēthī chuṭē nahīṁ;
Extreme misers guard their buried wealth fiercely and refuse to spend it even on their own basic needs.
-
દાટ્યા ભૂલે પણ લખ્યા ન ભૂલે.
dāṭyā bhūlē paṇa lakhyā na bhūlē.
Written records are the most reliable form of memory.
-
દાવ આવેલા ચુકવા નહીં.
dāva āvēlā cukavā nahīṁ.
Seize the moment when a chance arises.
-
દવ્યા કરતાં જોયલું ભલું.
davyā karatāṁ jōyaluṁ bhaluṁ.
Direct experience or evidence is more reliable than hearsay or promises.
-
દયા ધરમને મુલ, અભીમાનથી ધરમે વેગલો.
dayā dharamanē mula, abhīmānathī dharamē vēgalō.
True piety is defined by humility and kindness, not arrogance.
-
દયા ધર્મનું મૂળ છે.
dayā dharmanuṁ mūḷa chē.
Everything else in it grows out of that or is decoration.
-
દયા એ ધરની ઢાલ છે.
dayā ē dharanī ḍhāla chē.
Kindness protects and sustains a family.
-
દયા ગરીબી બંદગી, મમતા શીલ સ્વભાવ;
dayā garībī baṁdagī, mamatā śīla svabhāva;
These are the essential qualities that define a true saint.
-
દયા ખાનારાં ઘણા, પણ ખરેખર ચાલનારાં કાઇજ.
dayā khānārāṁ ghaṇā, paṇa kharēkhara cālanārāṁ kāija.
It is easy to express sympathy, but hard to take real action.
-
દયાની માને ડાકણ ખાય.
dayānī mānē ḍākaṇa khāya.
Being too kind or merciful can lead to your own destruction by malicious people.
-
દયાની માને ડાકણને ખાય
dayānī mānē ḍākaṇanē khāya
Kindness is precisely what gets taken advantage of.
-
દે દામોદર દાળમાં પાણી
dē dāmōdara dāḷamāṁ pāṇī
Stretching what there is to cover more people than it was meant for.
-
દે દાન છૂટે ગીરાણુ.
dē dāna chūṭē gīrāṇu.
Giving gifts or making sacrifices dispels misfortune and bad times.
-
દે દે ને ચોપડીઆં.
dē dē nē cōpaḍīāṁ.
Expresses constant borrowing or giving on credit recorded endlessly in account ledgers.
-
દે મોહડે જુદી વાત ને જુદાં મત.
dē mōhaḍē judī vāta nē judāṁ mata.
No two accounts of the same thing agree.
-
દે ટુકડા, આવે ટુકડા.
dē ṭukaḍā, āvē ṭukaḍā.
Generosity is rewarded in kind, or one receives in proportion to what one gives.
-
દેડકાંની પાંચશેરી.
dēḍakāṁnī pāṁcaśērī.
Used to describe a small, insignificant, or noisy group of people.
-
દેહ ડળ્યો, પણ રસ ન ઘળ્યો.
dēha ḍaḷyō, paṇa rasa na ghaḷyō.
Said of an elderly person who still harbors youthful lusts or worldly desires despite physical decay.
-
દેહ ધરેકા એહી ફલ, દેહ દેહ કછુ દેહ;
dēha dharēkā ēhī phala, dēha dēha kachu dēha;
The true purpose of human life is charity and helping others while one is still alive.
-
દેહ ધરેકા ફલ એહી, દેહ દેહ કુછ દેહ;
dēha dharēkā phala ēhī, dēha dēha kucha dēha;
The true purpose of human life is to practice charity and help others before the physical body perishes.
-
દેહના દંડ ભોગવ્યે છૂટકા.
dēhanā daṁḍa bhōgavyē chūṭakā.
One must inevitably endure physical suffering, illness, or the consequences of one's physical existence.
-
દેહની સાથે ગાં— પણ પરમેશ્વરે ઘડી છે.
dēhanī sāthē gāṁ— paṇa paramēśvarē ghaḍī chē.
Every physical body comes with its natural, base necessities and flaws which cannot be ignored.
-
દેહનું ઢાંકણુ રેટયો, ધરતું ઢાંકણ ઓટલો, ને ઘડાનું ઢાંકણ ઠીકરી, બાપનું ઢાંકણ બેટા, ને માનું ઢાંકણ દીકરી.
dēhanuṁ ḍhāṁkaṇu rēṭayō, dharatuṁ ḍhāṁkaṇa ōṭalō, nē ghaḍānuṁ ḍhāṁkaṇa ṭhīkarī, bāpanuṁ ḍhāṁkaṇa bēṭā, nē mānuṁ ḍhāṁkaṇa dīkarī.
Enumerates how different objects and family members preserve the modesty, dignity, and reputation of their owners.
-
દેહનું દુઃખ અને કમાઈ કરનારાંઓના મોતથી કુટુંબમાં નાચારી આવે.
dēhanuṁ duḥkha anē kamāī karanārāṁōnā mōtathī kuṭuṁbamāṁ nācārī āvē.
The loss of a breadwinner or chronic illness causes severe hardship for a family.
-
દેહરે—ખેતી, પાંતી, વિનતી, પુઠનકી ખંજવાર;
dēharē—khētī, pāṁtī, vinatī, puṭhanakī khaṁjavāra;
Reminds that personal supervision and direct effort are essential for tasks to succeed.
-
દેહાતી સુવે, ને વલોવતી ઉઠે.
dēhātī suvē, nē valōvatī uṭhē.
Describing a hard-working rural lifestyle where work begins before others awaken and continues relentlessly.
-
દેહેરે પણ જાય, મસીદે પણ જાય, ને નીમાજ વખત હાજર થાય.
dēhērē paṇa jāya, masīdē paṇa jāya, nē nīmāja vakhata hājara thāya.
Said of a hypocrite or an opportunist who conforms to all religions or sides to suit his own interests.
-
દેખ દેખીને શાખ શાખે.
dēkha dēkhīnē śākha śākhē.
Observation is a primary method of learning a skill.
-
દેખનેમે ધબુ ને ચલનેમે શીરવઈ.
dēkhanēmē dhabu nē calanēmē śīravaī.
Used to describe someone who looks one way but acts in a completely different, often clumsy, manner.
-
દેખતે ડળે આંખમાં આંગળી ઘાલવા દેવી.
dēkhatē ḍaḷē āṁkhamāṁ āṁgaḷī ghālavā dēvī.
Expresses allowing oneself to be blatantly deceived or harmed despite seeing it happen.
-
દેખતે ડેળે આંખમાં આંગળી ઘાલવા દેવી.
dēkhatē ḍēḷē āṁkhamāṁ āṁgaḷī ghālavā dēvī.
Allowing oneself to be cheated or harmed despite being fully aware of what is happening.
-
દેખતે ડોળે અંધાપો, ને છતી રાંડે રંડાપો.
dēkhatē ḍōḷē aṁdhāpō, nē chatī rāṁḍē raṁḍāpō.
Suffering the misery of a loss or disability despite nominally having the means or person present.
-
દેખતી આંખે આંધળા થઇ કુવામાં પડવું, ને નસીબના વાંક કહાડવા.
dēkhatī āṁkhē āṁdhaḷā thai kuvāmāṁ paḍavuṁ, nē nasībanā vāṁka kahāḍavā.
Said of people who recklessly cause their own ruin and blame bad luck rather than their own stupidity.
-
દેખતી આંખે આંધળા થઇ કુવામાં પડવું, તે નસીબના વાંક કહાડવા.
dēkhatī āṁkhē āṁdhaḷā thai kuvāmāṁ paḍavuṁ, tē nasībanā vāṁka kahāḍavā.
People who ignore obvious dangers and then blame destiny for their misfortune.
-
દેખાવે રડાં ને કામે ભુડાં.
dēkhāvē raḍāṁ nē kāmē bhuḍāṁ.
Someone who pretends to be sad or virtuous but acts maliciously.
-
દેખવુંભી નહી ને દાજવુંભી નહી.
dēkhavuṁbhī nahī nē dājavuṁbhī nahī.
Used to describe a state of complete indifference or detachment from a situation.
-
દેખવું નહિ અને દાઝવું નહિ
dēkhavuṁ nahi anē dājhavuṁ nahi
Stay out of it and it cannot burn you.
-
દેખવું નહીં ને દાઝવું નહીં.
dēkhavuṁ nahīṁ nē dājhavuṁ nahīṁ.
Ignorance of a painful situation is better than knowing about it.
-
દેખાય છે દેડકા, પણ માંહેથી કાળા નાગ.
dēkhāya chē dēḍakā, paṇa māṁhēthī kāḷā nāga.
Said of people who appear harmless but are actually dangerous and malicious.
-
દેણી દરિદ્રનું દુરસે, લોક કરે અપમાન;
dēṇī daridranuṁ durasē, lōka karē apamāna;
Society tends to look down upon and mistreat the impoverished.
-
દેણી લેનાર મળ્યા, એટલે મુડદું ઊપડ્યું.
dēṇī lēnāra maḷyā, ēṭalē muḍaduṁ ūpaḍyuṁ.
A stagnant task moves forward as soon as the necessary people show up to take responsibility.
-
દેરાણી-જેઠાણીની ગેહડીમાં સકરપારા, નણંદ ભોજાઈની ગેહડીમાં અંગારા.
dērāṇī-jēṭhāṇīnī gēhaḍīmāṁ sakarapārā, naṇaṁda bhōjāīnī gēhaḍīmāṁ aṁgārā.
Sisters-in-law married to brothers get along sweetly, whereas a husband's sister and his wife are always at conflict.
-
દેરાણી-જેઠાણીની ગોહડીમાં સકરપારા, નણંદ ભોજાઈની ગોહડીમાં અંગારા.
dērāṇī-jēṭhāṇīnī gōhaḍīmāṁ sakarapārā, naṇaṁda bhōjāīnī gōhaḍīmāṁ aṁgārā.
Husbands' brothers' wives may get along sweetly, but a wife and her husband's sister inevitably clash.
-
દેશ ચાકરી ને પરદેશ ભીખ.
dēśa cākarī nē paradēśa bhīkha.
It is better to work at home than to struggle abroad.
-
દેશ ડોલ્યો, પણ રસ ન ડોલ્યો.
dēśa ḍōlyō, paṇa rasa na ḍōlyō.
Despite widespread upheaval or external changes, the core strength or character remained unshaken.
-
દેશ જ્ઞાતિ કુલ ધર્મનું, ઉર રાખે અભિમાન;
dēśa jñāti kula dharmanuṁ, ura rākhē abhimāna;
Praises those who hold deep respect and pride for their heritage, contrasting them with those who are foolishly indifferent.
-
દેશ ખેડી દરવાજા જોઇ વળેલો.
dēśa khēḍī daravājā jōi vaḷēlō.
Describes someone who has traveled and gained experience.
-
દેશ મુકીએ પણ દેશી ચાલ નહી મુકીએ.
dēśa mukīē paṇa dēśī cāla nahī mukīē.
Old habits and cultural traits persist even when one moves to a new place.
-
દેશ ફરો પરસદેશ ફરો ભાગ્ય વિના કૂદકો ભરો.
dēśa pharō parasadēśa pharō bhāgya vinā kūdakō bharō.
Effort and distance count for nothing if fortune is not in it.
-
દેશ તેવો વેશ.
dēśa tēvō vēśa.
One should adapt their behavior and appearance to the customs of the place they are in.
-
દેશ તેવો વેશ ને હકુમત તેને ધરમે.
dēśa tēvō vēśa nē hakumata tēnē dharamē.
One should follow local customs and religious laws of the land.
-
દેશમાં રહી ભીખ માંગવા કરતાં પરદેશ જવું ભલું.
dēśamāṁ rahī bhīkha māṁgavā karatāṁ paradēśa javuṁ bhaluṁ.
It is better to seek opportunities elsewhere than to live in shame at home.
-
દેશે દેશની હવા જુદી.
dēśē dēśanī havā judī.
Customs, manners, and climates vary from place to place.
-
દેશી રાજમાં બહારથી સુધારા ને અંદરથી અંધેર.
dēśī rājamāṁ bahārathī sudhārā nē aṁdarathī aṁdhēra.
Describes a government that maintains a facade of progress while failing internally.
-
દેશીઓમાં શોધક બુદ્ધિ કરતાં નકલ કરવાની બુદ્ધિ વિશેષછે.
dēśīōmāṁ śōdhaka buddhi karatāṁ nakala karavānī buddhi viśēṣachē.
A critique of a culture that favors imitation over innovation.
-
દેતા હે કે રે પડું?
dētā hē kē rē paḍuṁ?
Used of extortionists or bullies who demand money through threats or dramatic scenes.
-
દેતા હે કે શે પડુ?
dētā hē kē śē paḍu?
Said of someone who demands charity or a gift with threats or dramatic posturing.
-
દેતે સો લેતે નહીં, કરતે હય ઇનકાર;
dētē sō lētē nahīṁ, karatē haya inakāra;
People often reject things when offered freely, only to regret it and find them unavailable when they actually want them.
-
દેવ બધાએની માનતા કબુલે.
dēva badhāēnī mānatā kabulē.
Divine grace or a generous benefactor does not discriminate and helps everyone who asks.
-
દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
dēva dēvalā samātā na hōya tyāṁ pūjārānē kyāṁ bēsāḍavā
No room for the essentials, and somebody is asking about the extras.
-
દેવ ગયા ડુંગરે, ને પીર ગયા મક્કે, ઈંગ્રેજના રાજમાં, દેડ મારે ધક્કે.
dēva gayā ḍuṁgarē, nē pīra gayā makkē, īṁgrējanā rājamāṁ, dēḍa mārē dhakkē.
Under British rule, traditional social hierarchies were disrupted, allowing lower classes to assert themselves over upper classes.
-
દેવ ગયા ડુંગરે, ને પીર ગયા મક્કે, ઈંગ્રેજના રાજમાં, ઠેડ મારે ધક્કે.
dēva gayā ḍuṁgarē, nē pīra gayā makkē, īṁgrējanā rājamāṁ, ṭhēḍa mārē dhakkē.
Expresses traditional dismay at social inversions and modern egalitarian laws that strip old elites of privileges.
-
દેવ ગયા દ્વારકા ને પીર ગયા મકે, ઈંગરેજના રાજમાં ઢેડ મારે ધકે.
dēva gayā dvārakā nē pīra gayā makē, īṁgarējanā rājamāṁ ḍhēḍa mārē dhakē.
A social commentary on how the poor and marginalized suffer regardless of religious or political changes.
-
દેવગતના પાર પમાય નહીં.
dēvagatanā pāra pamāya nahīṁ.
Human beings can never fully comprehend or predict the ways of fate.
-
દેવળના ઘંટ જે આવે તે વગાડે.
dēvaḷanā ghaṁṭa jē āvē tē vagāḍē.
Said of a defenseless person or public asset subjected to exploitation by anyone who passes by.
-
દેવલના ઘાંટ સઉ કોઈ વજાડે.
dēvalanā ghāṁṭa sau kōī vajāḍē.
Used to describe a public resource or person that everyone feels entitled to use or criticize.
-
દેવળનો ઘંટ જે આવે તે વગાડે.
dēvaḷanō ghaṁṭa jē āvē tē vagāḍē.
Public property or common resources are often used by anyone without regard for ownership or propriety.
-
દેવાલીઓ ખાય કે વહેવારીઓ ખાય.
dēvālīō khāya kē vahēvārīō khāya.
Questions who is truly benefiting from a transaction.
-
દેવને દયા નહીં, દેતને દયા નહીં.
dēvanē dayā nahīṁ, dētanē dayā nahīṁ.
Describing a desperate plight where neither divine powers nor hostile forces show any compassion.
-
દેવની ગતિ વિચિત્ર છે.
dēvanī gati vicitra chē.
Divine actions and fate are unpredictable and mysterious.
-
દિ પ્રમાણે દીકરા, વેળા પ્રમાણે વહુ.
di pramāṇē dīkarā, vēḷā pramāṇē vahu.
The loyalty and behavior of one's children and daughters-in-law depend entirely on one's current wealth and circumstances.
-
દીધે બારે ધપકરે.
dīdhē bārē dhapakarē.
Used when a gift or action has an immediate and powerful impact.
-
દિગંબરના ગામમાં ઘોબીનું શું કામ ?
digaṁbaranā gāmamāṁ ghōbīnuṁ śuṁ kāma ?
There is no point in offering a service where there is no need for it.
-
દીજે તા વેશ્યાકું દીજે, બ્રાહ્મણ દીજે નર્ક પરીજે;
dījē tā vēśyākuṁ dījē, brāhmaṇa dījē narka parījē;
Said to mock the greed or ungratefulness of Brahmins, suggesting that charity to them brings no merit compared to others.
-
દીકરા આવ્યાની નવાઈ નથી, જીવ્યાની નવાઈ છે.
dīkarā āvyānī navāī nathī, jīvyānī navāī chē.
Raising a child to adulthood is a significant achievement given the uncertainties of life.
-
દીકરા બાપ લાખ ચાલીશના.
dīkarā bāpa lākha cālīśanā.
A strong father-son bond is invaluable.
-
દીકરા દલનારીના ને બાહેર શેઠ કહેવાડે.
dīkarā dalanārīnā nē bāhēra śēṭha kahēvāḍē.
A person's reputation is often built on their family's generosity.
-
દીકરા હતા નાના, ત્યારે માએ વહ્યા પાહાણા.
dīkarā hatā nānā, tyārē māē vahyā pāhāṇā.
A mother undergoes immense physical labor and hardship to raise her children during their infancy.
-
દીકરા મોટા થા પરણાવશું, રાણાજીનાં અબારાં.
dīkarā mōṭā thā paraṇāvaśuṁ, rāṇājīnāṁ abārāṁ.
Empty promises about the future are never fulfilled.
-
દીકરા મોટા થા તુને પરણાવશ.
dīkarā mōṭā thā tunē paraṇāvaśa.
A common promise made by parents to children to encourage them to grow up.
-
દીકરા રળે ચાર પોહાર, વ્યાજ રળે બાર (આઠ) પોહાર.
dīkarā raḷē cāra pōhāra, vyāja raḷē bāra (āṭha) pōhāra.
Said to warn against the relentless accumulation of debt, which grows constantly while human earning capacity is limited.
-
દીકરા રણે ચાર પોહર, વ્યાજ રણે બાર (આઠ) પોહર.
dīkarā raṇē cāra pōhara, vyāja raṇē bāra (āṭha) pōhara.
Financial debt accumulates relentlessly day and night without any pause.
-
દીકરા થઈને ખવાય, બાપ થઈને ન ખવાય.
dīkarā thaīnē khavāya, bāpa thaīnē na khavāya.
Said to contrast the carefree life of a dependent child with the heavy responsibilities of a parent who must provide for others.
-
દીકરા થયા મોટા, ત્યારે જમાના આવ્યા ખોટા.
dīkarā thayā mōṭā, tyārē jamānā āvyā khōṭā.
Parents find that just as their children reach adulthood to support them, the times turn unfavorable or the sons turn rebellious.
-
દીકરાને આવી ડાઠી, ત્યારે માને મૂકી કહાડી.
dīkarānē āvī ḍāṭhī, tyārē mānē mūkī kahāḍī.
A child who was lovingly raised casts aside his mother as soon as he becomes independent.
-
દીકરાને આવી મૂછ, ત્યારે બાપને નહીં પૂછ.
dīkarānē āvī mūcha, tyārē bāpanē nahīṁ pūcha.
Young men tend to ignore their parents' advice as soon as they reach adulthood.
-
દીકરાને મરતા મૂકે, કે વહુના મચકા ભાંગે.
dīkarānē maratā mūkē, kē vahunā macakā bhāṁgē.
Said of a foolishly spiteful mother-in-law who harms her own family's well-being merely to spite her daughter-in-law.
-
દીકરી આપીને દીકરા લીધા, તે પારકા હતા તેને પોતાના કીધા.
dīkarī āpīnē dīkarā līdhā, tē pārakā hatā tēnē pōtānā kīdhā.
Marriage creates close family bonds with previously unrelated people through the exchange of children.
-
દીકરી આવી તે લખમી લાવી.
dīkarī āvī tē lakhamī lāvī.
The birth of a daughter is considered a blessing and a bringer of prosperity.
-
દીકરી એટલે તુલસી નો ક્યારો.
dīkarī ēṭalē tulasī nō kyārō.
The thing in the house that is tended, honoured, and given away.
-
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
dīkarī nē gāya, dōrē tyāṁ jāya
An old saying about how little say either was given.
-
દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય.
dīkarī nē gāya jyāṁ dōrē tyāṁ dōrāya.
Said of gentle, submissive, or obedient individuals who quietly accept the path chosen for them by their guardians.
-
દીકરી ને ગાય જ્યાં મેકલે ત્યાં જાય.
dīkarī nē gāya jyāṁ mēkalē tyāṁ jāya.
Used to describe the lack of agency women and livestock have in traditional settings.
-
દીકરી સાસરે કે મસાણે સારી લાગે.
dīkarī sāsarē kē masāṇē sārī lāgē.
Reflects the traditional view that a married woman must remain in her husband's home for life and never return to burden her parents.
-
દીકરી સાસરે રહેવાથી શોભે.
dīkarī sāsarē rahēvāthī śōbhē.
Reflects traditional expectations of a woman's role after marriage.
-
દીકરી સાસરે સારી, ને માલ વેચ્યો સારો.
dīkarī sāsarē sārī, nē māla vēcyō sārō.
Said to emphasize that certain things are only in their proper and beneficial place when they have been sent off or disposed of.
-
દીકરી તો પારકી થાપણ કહેવાય.
dīkarī tō pārakī thāpaṇa kahēvāya.
The old view of a daughter as held in trust for the household she will marry into.
-
દીકરીઆળું ઘર ને બોરડીઆળું ખેતર.
dīkarīāḷuṁ ghara nē bōraḍīāḷuṁ khētara.
Said of a household or property that is constantly subject to visits, demands, or disturbances from outsiders.
-
દીકરીઆળું ઘર ને પ્યારદીઆળું ખેતર.
dīkarīāḷuṁ ghara nē pyāradīāḷuṁ khētara.
Having many daughters brings endless domestic responsibilities, just as a weed-filled field requires constant toil.
-
દીકરીના પહાણા.
dīkarīnā pahāṇā.
Said of the heavy, unavoidable financial burdens and worries that come with raising and marrying off a daughter.
-
દીકરીનાં માગાં હોય, કાંઈ વહુનાં માગાં હોય?
dīkarīnāṁ māgāṁ hōya, kāṁī vahunāṁ māgāṁ hōya?
Said to point out that proposals and offers are only made for those who are free and available, not those already committed.
-
દીકરીની મા દેશ ખાય, દીકરાની મા દેશ ખાય.
dīkarīnī mā dēśa khāya, dīkarānī mā dēśa khāya.
Said to show that mothers of both sons and daughters wield great influence and demand significant resources in their respective roles.
-
દીકરીની મા મલીદા ચોળે, દીકરાની મા બેડી ઝુરે.
dīkarīnī mā malīdā cōḷē, dīkarānī mā bēḍī jhurē.
Said to contrast the relative peace of mind of a daughter's mother with the constant worries and burdens faced by a son's mother.
-
દીકરીની મા મલીદા ચોળે, દીકરાની મા બેઠી ઝૂરે.
dīkarīnī mā malīdā cōḷē, dīkarānī mā bēṭhī jhūrē.
The parents of a bride often enjoy the festivities while the groom's family bears heavy burdens or anxieties.
-
દીકરીની મા રાણી, ઘડપણે ભરે પાણી.
dīkarīnī mā rāṇī, ghaḍapaṇē bharē pāṇī.
Said of a mother who enjoys comfort while her daughters are young but is left with no one to care for her in her old age.
-
દીકરીની માટીને શા ઝાટકા પડે છે?
dīkarīnī māṭīnē śā jhāṭakā paḍē chē?
Said to highlight the privileged, comfortable, and highly respected position a son-in-law enjoys in his wife's family home.
-
દીકરીની વહાલપ દાયજેથી જણાય.
dīkarīnī vahālapa dāyajēthī jaṇāya.
Said to mock the idea that parental love and affection are measured by the material wealth given as a dowry.
-
દીકરીની વ્હાલપ દાયજેથી જણાય.
dīkarīnī vhālapa dāyajēthī jaṇāya.
People often judge love and devotion by material gifts rather than mere words.
-
દીકરો થઈને ખવાય, બાપ થઈને નહી.
dīkarō thaīnē khavāya, bāpa thaīnē nahī.
It is acceptable to be supported by one's parents, but a father must be the provider.
-
દિક્ષા લીધી, પણ શિક્ષા ન લીધી.
dikṣā līdhī, paṇa śikṣā na līdhī.
Said of someone who has formally entered a profession or role but has failed to acquire the necessary training or discipline.
-
દીલ લગા વોહી સગા, ઓર સગા નહિ કોઇ;
dīla lagā vōhī sagā, ōra sagā nahi kōi;
True kinship is based on genuine affection and emotional connection rather than mere blood relations.
-
દીલ મળ્યું ત્યાં રાશ શી જોવી?
dīla maḷyuṁ tyāṁ rāśa śī jōvī?
When two people are in love or agreement, external formalities or omens are unnecessary.
-
દીલમાં આરામ હોય તો ચેહેરા ખુશ મીજાજી દીસે, શરીરમાં જોર આવે, પણ એથી ઉલટું જો જીવ ઉદાસ હોય તો ચેહેરા શોકાતુર દેખાઇ પગમાં જોર રહે નહી.
dīlamāṁ ārāma hōya tō cēhērā khuśa mījājī dīsē, śarīramāṁ jōra āvē, paṇa ēthī ulaṭuṁ jō jīva udāsa hōya tō cēhērā śōkātura dēkhāi pagamāṁ jōra rahē nahī.
Mental state directly impacts physical health and appearance.
-
દીલના ઉભરા મોઢેથી બહાર નીકળે.
dīlanā ubharā mōḍhēthī bahāra nīkaḷē.
One's true feelings are eventually revealed through their speech.