બધી કહેવતોAll of them, by first letter.
1234 sayings. Ones with an English meaning come first.
69 sayings starting with સ
-
સબસે બડી ચૂપ
sabasē baḍī cūpa
Of all the answers available, saying nothing is usually the strongest.
-
સાચને આંચ ન આવે
sācanē āṁca na āvē
Put it in the fire and it comes out unharmed.
-
સદાનો રમતારામ છે
sadānō ramatārāma chē
Never in one place long enough for anything to settle on him.
-
સગા બાપનો પણ વિશ્વાસ નહિ.
sagā bāpanō paṇa viśvāsa nahi.
Said where money is concerned — check it yourself, whoever it is.
-
સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
sagapaṇamāṁ sāḍhu nē jamaṇamāṁ lāḍu
The best of its kind — the one everybody hopes for.
-
સાહસ વિના સિદ્ધિ નથી.
sāhasa vinā siddhi nathī.
Nothing worth having comes to the person who would not risk it.
-
સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
saī, sōnī nē sāḷavī na mūkē sagī bēnanē jāḷavī
Three trades with a reputation for shorting everybody, kin included.
-
સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
saīnī sāṁja nē mōcīnī savāra kyārē ya na paḍē
The day they promised it for is a day that does not exist.
-
સઈનો દીકરો જીવે ત્યાં લગી સીવે
saīnō dīkarō jīvē tyāṁ lagī sīvē
You do your trade until the day you stop breathing.
-
સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન
sājā khāya anna nē māṁdā khāya dhana
Illness gets through a fortune faster than any appetite.
-
સક્કરવાર વળવો
sakkaravāra vaḷavō
For a person's luck to finally turn.
-
સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
saḷagatāmāṁ hātha ghālō tō hātha tō dājhē ja nē
You went and did it — the result was never in any doubt.
-
સળગતું લાકડું ઘરમાં ન ઘલાય
saḷagatuṁ lākaḍuṁ gharamāṁ na ghalāya
Do not bring a quarrel home with you.
-
સંપ ત્યાં જંપ
saṁpa tyāṁ jaṁpa
A household that agrees is a household that sleeps.
-
સંપત પ્રમાણે સોડ તાણો.
saṁpata pramāṇē sōḍa tāṇō.
Live at the size of your purse and not an inch beyond it.
-
સાન ઠેકાણે આવવી
sāna ṭhēkāṇē āvavī
To finally come to your senses.
-
સાનમાં સમજે તો સારું
sānamāṁ samajē tō sāruṁ
Take the hint, because the next version will not be a hint.
-
સંગ તેવો રંગ
saṁga tēvō raṁga
You take on the character of whoever you spend your time with.
-
સંઘર્યો સાપ પણ કામ આવે
saṁgharyō sāpa paṇa kāma āvē
Keep it — the most useless thing you own will have its moment.
-
સંસાર છે ચાલ્યા કરે
saṁsāra chē cālyā karē
Said with a shrug — this is simply how things go.
-
સાંઠે બુદ્ધિ નાઠી
sāṁṭhē buddhi nāṭhī
Said when age has taken the sense along with everything else.
-
સંતોષી નર સદા સુખી
saṁtōṣī nara sadā sukhī
Wanting less is the whole of it.
-
સાપ ગયા અને લીસોટા રહ્યા
sāpa gayā anē līsōṭā rahyā
You have arrived long after the thing that mattered.
-
સાપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટૅ.
sāpa paṇa na marē anē lākaḍī paṇa na tūṭaૅ.
Settling a thing without damage to either side.
-
સાપના દરમાં હાથ નાખવો
sāpanā daramāṁ hātha nākhavō
To go looking for exactly the trouble you are going to find.
-
સાપને ઘેર સાપ પરોણો
sāpanē ghēra sāpa parōṇō
One of them has met another exactly like himself.
-
સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
sāpē chachuṁdara gaḷyā jēvī hālata
Able neither to swallow it nor to spit it out.
-
સારા કામમાં સો વિઘન
sārā kāmamāṁ sō vighana
The worthwhile thing is always the one that gets interrupted.
-
સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
sastu bhāḍuṁ nē siddhapuranī jātrā
Two good things arriving in the same stroke.
-
સાઠે બુદ્ધિ નાઠે
sāṭhē buddhi nāṭhē
Said when age has taken the sense along with everything else.
-
સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
satī śāpa āpē nahi anē śaṁkhaṇīnā śāpa lāgē nahi
The people worth fearing do not threaten, and the ones who threaten are not worth fearing.
-
સત્તા આગળ શાણપણ નકામું
sattā āgaḷa śāṇapaṇa nakāmuṁ
Being right counts for nothing against someone who can simply decide.
-
સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
sattara paṁcā paṁcāṇuṁ nē bē mūkyā chūṭanā, lāvō paṭēla sōmāṁ bē ōchā
Arithmetic delivered fast enough and confidently enough that nobody stops to check it.
-
સવાર પડી ને આંખ ઉઘડી
savāra paḍī nē āṁkha ughaḍī
The understanding arrived only once it could no longer be avoided.
-
સેવા કરે તેને મેવા મળે
sēvā karē tēnē mēvā maḷē
The one who puts in the work is the one rewarded.
-
સીધી આંગળીએ ઘી ન નીકળે
sīdhī āṁgaḷīē ghī na nīkaḷē
Some things will not be got without bending a little.
-
સીદીભાઈને સીદકાં વહાલાં
sīdībhāīnē sīdakāṁ vahālāṁ
Everybody thinks their own are the fine ones.
-
સીદીભાઈનો ડાબો કાન
sīdībhāīnō ḍābō kāna
Reaching for something the long way round when it was there in front of you.
-
સીંદરી બળે પણ વળ ન મૂકે
sīṁdarī baḷē paṇa vaḷa na mūkē
Obstinate right down to the ash.
-
સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
sō dahāḍā sāsunā tō ēka dahāḍō vahunō
Wait long enough and the turn comes round.
-
સો દવા એક હવા
sō davā ēka havā
Fresh air does more than the whole shelf of remedies.
-
સો જોષી ને એક ડોશી
sō jōṣī nē ēka ḍōśī
The old woman generally turns out to have been right.
-
સો કાંકરે એક કાંકરો વાગે
sō kāṁkarē ēka kāṁkarō vāgē
Throw enough and something lands.
-
સો સોનારની એક લોહારની
sō sōnāranī ēka lōhāranī
A hundred gentle attempts, and then the single blow that settles it.
-
સો સુવાવડ અને એક કસુવાવડ
sō suvāvaḍa anē ēka kasuvāvaḍa
The one that goes wrong is the one that gets remembered.
-
સો સ્વાર્થી મિત્રો કર્તા એક નિસ્વાર્થ શત્રુ સારો.
sō svārthī mitrō kartā ēka nisvārtha śatru sārō.
At least you know where the enemy is standing.
-
સો ઉંદર મારીને બિલાડી બાઈ પાટે બેઠા
sō uṁdara mārīnē bilāḍī bāī pāṭē bēṭhā
Piety taken up rather late, and by exactly the wrong person.
-
સો વાતની એક વાત
sō vātanī ēka vāta
The long and the short of it is this.
-
સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ
sōbata karatā śvānanī bē bājunuṁ duḥkha
It bites you, and everybody else blames you for having it.
-
સોળે સાન, વીસે વાન
sōḷē sāna, vīsē vāna
Each arrives at its own age and not before.
-
સોના કરતાં ઘડામણ મોંઘું
sōnā karatāṁ ghaḍāmaṇa mōṁghuṁ
The trimmings have come to more than the thing itself.
-
સોનામાં સુગંધ મળે
sōnāmāṁ sugaṁdha maḷē
Something excellent made better still.
-
સોનાની જાળને પાણીમાં ન ફેંકાય
sōnānī jāḷanē pāṇīmāṁ na phēṁkāya
Do not risk the valuable thing on the chance of a catch.
-
સોનાની થાળીમાં લોઢાનો મેખ
sōnānī thāḷīmāṁ lōḍhānō mēkha
The one flaw that spoils an otherwise perfect thing.
-
સોનાનો સૂરજ ઉગવો
sōnānō sūraja ugavō
For the day everything turns to finally arrive.
-
સોની તો સગી બહેનનું પણ ચોરે.
sōnī tō sagī bahēnanuṁ paṇa cōrē.
The habit of the trade does not stop at the family door.
-
સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
sōnuṁ saḍē nahi nē vāṇiyō vaṭalāya nahi
Two things that come through everything unchanged.
-
સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
sōṭī vāgē camacama nē vidyā āvē rūmajhūma
The old schoolroom theory of education, stated without embarrassment.
-
સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
strī caritranē kōṇa pāmī śakē ?
An old shrug of a saying, more about the speaker than the subject.
-
સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી
strī rahē tō āpathī anē jāya tō sagā bāpathī
Neither the staying nor the going was ever anybody else's to decide.
-
સૂકા ભેગુ લીલું બળે
sūkā bhēgu līluṁ baḷē
The innocent go up in the same fire as the guilty.
-
સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
sukhamāṁ sāṁbharē sōnī nē du:khamāṁ sāṁbharē rāma
God gets thought of only once the money has stopped working.
-
સૂળીનો ઘા સોયથી સર્યો
sūḷīnō ghā sōyathī saryō
A catastrophe that passed off costing almost nothing.
-
સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય
sūṁṭhanē gāṁgaḍē gāṁdhī na thavāya
A scrap of stock and no trade behind it is not a business.
-
સૂપડાં સાફ થઈ ગયાં
sūpaḍāṁ sāpha thaī gayāṁ
Nothing left anywhere in the house.
-
સુરતનું જમણ ને કાશીનું મરણ
suratanuṁ jamaṇa nē kāśīnuṁ maraṇa
The two best things a person could ask for, one at each end of life.
-
સુથારનું મન બાવળિયે ને ચોરનું મન ચાઆવળિયે
suthāranuṁ mana bāvaḷiyē nē cōranuṁ mana cāāvaḷiyē
Each man's thoughts run straight back to his own trade.
-
સ્વભાવનું ઓસડ ન હોય
svabhāvanuṁ ōsaḍa na hōya
You can treat almost anything else.
-
સ્વાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.
svāsa tyāṁ sudhī śōṣa. jīvē tyāṁ sudhī jaṁjāḷa. dama tyāṁ lagī davā.
None of the three lets go until the last one does.