બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

403 sayings starting with · page 2 of 3

  1. દીલની વાતે દીલમાં, કા પાસે કહેવાય; સમુદ્ર મોજા કંઠપર, આવી માંહી સમાય.

    dīlanī vātē dīlamāṁ, kā pāsē kahēvāya; samudra mōjā kaṁṭhapara, āvī māṁhī samāya.

    Advises keeping one's deepest personal feelings and secrets to oneself, just as ocean waves return to the deep.

  2. દીલીનો ઠગ.

    dīlīnō ṭhaga.

    Describes someone who is deceptive in their intentions.

  3. દિલોદિલ સાક્ષી.

    dilōdila sākṣī.

    One's own conscience and inner feelings are the ultimate judge and witness of the truth.

  4. દિન દિન દાયરે જાય, વગેણાં વ્હાલાનાં કરે; તે બાપ ફેર ગણાય, સાચું સોરઠીઆ ભણે.

    dina dina dāyarē jāya, vagēṇāṁ vhālānāṁ karē; tē bāpa phēra gaṇāya, sācuṁ sōraṭhīā bhaṇē.

    A person who publicly defames and betrays their own family is illegitimate and devoid of true breeding.

  5. દીપનો ગવાહ દીપ.

    dīpanō gavāha dīpa.

    The truth is self-evident.

  6. દીસતા આલેમ ને બાતેનમાં જાહેલ.

    dīsatā ālēma nē bātēnamāṁ jāhēla.

    Describes a hypocrite who pretends to be wise.

  7. દીઠા દેવ ને પહોંચી જાત્રા

    dīṭhā dēva nē pahōṁcī jātrā

    The whole point of the journey settled in a single moment.

  8. દીઠાનું ઝેર.

    dīṭhānuṁ jhēra.

    Seeing something desirable that one cannot have causes internal distress.

  9. દીઠે રસ્તે જવું ને દીઠે રસ્તે આવવું.

    dīṭhē rastē javuṁ nē dīṭhē rastē āvavuṁ.

    Stick to known and safe methods.

  10. દીવા પાછળ અંધારૂ.

    dīvā pāchaḷa aṁdhārū.

    Even the most brilliant or prominent people have blind spots or hidden flaws.

  11. દીવા પાછળ અંધારું.

    dīvā pāchaḷa aṁdhāruṁ.

    People often fail to see the faults or problems that are closest to them.

  12. દીવા તળે અંધારું

    dīvā taḷē aṁdhāruṁ

    The one place nobody thinks to look is right beneath the source of the light.

  13. દીવાલને પણ કાન હોય

    dīvālanē paṇa kāna hōya

    Somebody is always listening, whatever the room looks like.

  14. દીવાલી તે સઉની ને દશેરા તે વહુના.

    dīvālī tē saunī nē daśērā tē vahunā.

    Refers to specific cultural or household responsibilities assigned to women during festivals.

  15. દિવાળીનું દારૂખાનું ને પૈસામાં પલીતા.

    divāḷīnuṁ dārūkhānuṁ nē paisāmāṁ palītā.

    Spending all one's money on a fleeting moment of glory.

  16. દિવાળીનું દારૂખાનું ને પૈસામાં પલીતો.

    divāḷīnuṁ dārūkhānuṁ nē paisāmāṁ palītō.

    Said of wasting hard-earned wealth on brief, superficial displays.

  17. દીવાન મેરૂ ને ભાણ, સુલ્તાન ને કુંભા થયા;

    dīvāna mērū nē bhāṇa, sultāna nē kuṁbhā thayā;

    Great historical leaders were mines of courage and strength.

  18. દિવસ કરે તે કાંઈ ન કરે.

    divasa karē tē kāṁī na karē.

    Time and daily circumstance bring about changes that no human effort alone can achieve.

  19. દિવસને થાંભલા દેવાય નહીં.

    divasanē thāṁbhalā dēvāya nahīṁ.

    Time is unstoppable, and no human effort can delay the passing of days or the arrival of fate.

  20. દિવસે કરે વાદળાં, રાતે કહાડે તારા;

    divasē karē vādaḷāṁ, rātē kahāḍē tārā;

    Inconsistent weather patterns indicate a lack of proper rain.

  21. દીવસો ગયા તે સર્વદા ગયા ને જે આવનાર છે તે ઉપર મુદલ ભરોસો નથી તેથી ચાલતા વખતના સારો ઉપયોગ કરી લો.

    dīvasō gayā tē sarvadā gayā nē jē āvanāra chē tē upara mudala bharōsō nathī tēthī cālatā vakhatanā sārō upayōga karī lō.

    Live in the present and make the most of today.

  22. દિવાસો, સો પર્વનો વાસો.

    divāsō, sō parvanō vāsō.

    Divaso is a day that marks the beginning of many festivals.

  23. દીવાસો તો સરવે પરભ (તહેવારે) ને માસે.

    dīvāsō tō saravē parabha (tahēvārē) nē māsē.

    Refers to the frequency of traditional observances.

  24. દીવો લઈ કૂવામાં પડ્યા

    dīvō laī kūvāmāṁ paḍyā

    Went into it with his eyes fully open and did it anyway.

  25. દીવો લેઇ કુવામાં પડવું.

    dīvō lēi kuvāmāṁ paḍavuṁ.

    Committing a foolish error despite having full knowledge of the danger.

  26. દિયાનત તેવી બરકત.

    diyānata tēvī barakata.

    One's success is proportional to their integrity.

  27. દો દો ને ચોપડીઆં.

    dō dō nē cōpaḍīāṁ.

    Said of someone who is not only greedy for free things but also demands the very best quality.

  28. દોડતાં કાંઈ સાંજ પડે નહી.

    dōḍatāṁ kāṁī sāṁja paḍē nahī.

    Haste does not change the inevitable timing of events.

  29. દોડવું હતું ને ઢાળ મળ્યો

    dōḍavuṁ hatuṁ nē ḍhāḷa maḷyō

    The excuse arrived for exactly the thing he already meant to do.

  30. દોડે દોડે ને જ્યાંનો ત્યાંજ.

    dōḍē dōḍē nē jyāṁnō tyāṁja.

    Working hard without making any real progress.

  31. દોડે તે થાકે.

    dōḍē tē thākē.

    Overexertion or rushing too fast leads to exhaustion and failure.

  32. દોડી ચાલવુંબી નહીં ને તુટી પડવુંબી નહીં.

    dōḍī cālavuṁbī nahīṁ nē tuṭī paḍavuṁbī nahīṁ.

    Advocates for a steady, balanced pace in life.

  33. દોહરા—ધરા વિણ ધાન નીપજે, કુલ વિણ માઢુ ન હોય;

    dōharā—dharā viṇa dhāna nīpajē, kula viṇa māḍhu na hōya;

    Inherited character and good lineage are essential to producing a noble person.

  34. દોહરા—પહેલું તીરથ સાસુ સસરા, બીજું તીરથ શાળી; માનાપ તો નદી નાળે, ખરું તીરથ ધરવાળી.

    dōharā—pahēluṁ tīratha sāsu sasarā, bījuṁ tīratha śāḷī; mānāpa tō nadī nāḷē, kharuṁ tīratha dharavāḷī.

    A man's primary duty and focus in life is his wife.

  35. દોહરો—બોલ તો અબોલ હે, જે કાઈ બોલે જાણ;

    dōharō—bōla tō abōla hē, jē kāī bōlē jāṇa;

    Uttered words cannot be recalled, so speech must be measured carefully.

  36. દોહરો—દૂર્જન તે દૂર્જન હોય, સજ્જન કેમે ન હુવંત;

    dōharō—dūrjana tē dūrjana hōya, sajjana kēmē na huvaṁta;

    An evil person's nature cannot be changed by kindness.

  37. દોહરો—દુર્જન તે દુર્જન હોય, સજ્જન કેમે ન હુવંત;

    dōharō—durjana tē durjana hōya, sajjana kēmē na huvaṁta;

    An evil nature cannot be transformed into virtue.

  38. દોહરો—ખેતી, પાંતી, વિનતી, પુઠનકી ખંજવાર;

    dōharō—khētī, pāṁtī, vinatī, puṭhanakī khaṁjavāra;

    Certain tasks, such as farming or personal requests, must be performed personally to be successful.

  39. દોહતી સુવે, ને વલોવતી ઉઠે.

    dōhatī suvē, nē valōvatī uṭhē.

    Describes a woman whose life is consumed by endless, relentless household chores from morning till night.

  40. દોલત મળવાથી કસરના હાથ ખેંચતા ના.

    dōlata maḷavāthī kasaranā hātha khēṁcatā nā.

    One should remain frugal even after becoming wealthy.

  41. દોલતના ધણી થવું કે વવરાય, રખવાળ થવું નહીં.

    dōlatanā dhaṇī thavuṁ kē vavarāya, rakhavāḷa thavuṁ nahīṁ.

    Wealth is meant to be used and enjoyed rather than obsessively guarded without benefit.

  42. દોલતનો સારો ઉપયોગ નહી થાય તે દોલત પથરા બરાબર.

    dōlatanō sārō upayōga nahī thāya tē dōlata patharā barābara.

    Money has no value if it is not put to productive or charitable use.

  43. દોલતે ગરીબ ને આખરૂએ ભરપુર. દાલ જીવકા કાલ, અમ્મા મત પકાઇઓ; દાલ બચ્ચા પાલ, અમ્મા રોજ પકાઇઓ.

    dōlatē garība nē ākharūē bharapura. dāla jīvakā kāla, ammā mata pakāiō; dāla baccā pāla, ammā rōja pakāiō.

    A complex saying about balancing reputation with the practical needs of family survival.

  44. દોમેં તીસરા, જેસા આંખમેં કાંકરા.

    dōmēṁ tīsarā, jēsā āṁkhamēṁ kāṁkarā.

    A third party intruding upon a private relationship or conversation is highly unwelcome and irritating.

  45. દોંગા જોઈ ડરવું નહીં, પાતળા જોઈ લડવું નહીં.

    dōṁgā jōī ḍaravuṁ nahīṁ, pātaḷā jōī laḍavuṁ nahīṁ.

    Physical appearance is deceptive; do not judge someone's strength or courage by their size.

  46. દોણી લેનાર મળ્યો, એટલે મુડદું ઉપજ્યું.

    dōṇī lēnāra maḷyō, ēṭalē muḍaduṁ upajyuṁ.

    Said when a task is initiated or a resource becomes available, and immediately a problem or demand presents itself.

  47. દોર તુટયો કે પતંગ પડયો.

    dōra tuṭayō kē pataṁga paḍayō.

    When the main support or connection breaks, complete collapse immediately follows.

  48. દોરડી બળે પણ વળ ન છૂટે

    dōraḍī baḷē paṇa vaḷa na chūṭē

    Obstinate down to the very last of it.

  49. દોરડી બળે પણ વલ નહીં મુકે.

    dōraḍī baḷē paṇa vala nahīṁ mukē.

    A person may suffer or be broken, but their core nature or habits remain.

  50. દોરડીએ છેદાય છે, પાકા કાળા પહાણુ.

    dōraḍīē chēdāya chē, pākā kāḷā pahāṇu.

    Persistent practice allows even the dullest mind to learn.

  51. દોરી સાહેબના હાથમાં

    dōrī sāhēbanā hāthamāṁ

    Somebody else decides how far this goes.

  52. દોસ્ત ત્રણ તરેહના, જેમકે, જુબાની, જાની ને નાની. દોલાના ઘોડાના જેવી ચાલ.

    dōsta traṇa tarēhanā, jēmakē, jubānī, jānī nē nānī. dōlānā ghōḍānā jēvī cāla.

    There are different levels of friendship, and some are merely superficial.

  53. દોસ્ત વગર દુનીઆ અકારી.

    dōsta vagara dunīā akārī.

    Life is miserable and worthless without companionship.

  54. દોસ્તો મેહેરબાન હોય તો દુસ્મન પાવે નહી.

    dōstō mēhērabāna hōya tō dusmana pāvē nahī.

    A strong support system protects one from external threats.

  55. દોસ્તોની વખાણ ને શત્રુઓની નીંદા ઉપર ભરોસા રાખવા નહી.

    dōstōnī vakhāṇa nē śatruōnī nīṁdā upara bharōsā rākhavā nahī.

    Both praise and criticism are biased and should not be taken as objective truth.

  56. દ્રાબ આપતી વખતે વીચાર નહી કરે તે નાલાએક સખુનો બોલી દે.

    drāba āpatī vakhatē vīcāra nahī karē tē nālāēka sakhunō bōlī dē.

    Think before you speak to avoid saying something inappropriate.

  57. દ્રાવિડી પ્રાણાયામ.

    drāviḍī prāṇāyāma.

    Doing a simple task in an unnecessarily roundabout and complicated way.

  58. દ્રવ્યની ખરીદી સારૂ નેકી વેચવી નહી.

    dravyanī kharīdī sārū nēkī vēcavī nahī.

    One should not compromise their ethics for money.

  59. દુ:ખનું ઓસડ દહાડા

    du:khanuṁ ōsaḍa dahāḍā

    There is no cure for it except time going past.

  60. દુ:ખે છે પેટ અને કૂટે છે માથું

    du:khē chē pēṭa anē kūṭē chē māthuṁ

    Treating something a long way from where the trouble actually is.

  61. દુબળાં ઢોરને બગાં ઝાઝી

    dubaḷāṁ ḍhōranē bagāṁ jhājhī

    Whoever is weakest attracts the most that feeds on them.

  62. દૂબળું ભૂત કુસકે રણીઆત.

    dūbaḷuṁ bhūta kusakē raṇīāta.

    People with little power are easily satisfied with small gains.

  63. દુધ દહીંસે જમત હે, કાંઇસે ફટ જાય.

    dudha dahīṁsē jamata hē, kāṁisē phaṭa jāya.

    Relationships are built on compatibility but can be instantly ruined by a single bitter element.

  64. દુધ પાઈને સાંપ ઉછેરવો તે અંતે ડંખે.

    dudha pāīnē sāṁpa uchēravō tē aṁtē ḍaṁkhē.

    Kindness shown to a wicked person will eventually be repaid with betrayal.

  65. દૂધ પાઈને સાપ ઉછેરવા.

    dūdha pāīnē sāpa uchēravā.

    Nurturing or helping someone who will eventually turn around and harm you.

  66. દૂધ પાઈને સાપ ઉછેરવો

    dūdha pāīnē sāpa uchēravō

    To feed and shelter the thing that is going to turn on you.

  67. દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ; જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ

    dūdha, sākara, ēlacī, varīāḷī nē drākṣa; jō kaṁṭhanō khapa hōya tō pāṁcēya vastu rākha

    The old singer's remedy, listed out.

  68. દૂધ તો માઈકા, ઓર દૂધ કાયકા? પુત તો ગાયકા, ઓર પુત કાયકા?

    dūdha tō māīkā, ōra dūdha kāyakā? puta tō gāyakā, ōra puta kāyakā?

    True milk is mother's milk, and the best offspring is the calf of a cow.

  69. દૂધ તો માઇકા, ઓર દૂધ કાયકા? પુત તો ગાયકા, ઓર પુત કાયકા?

    dūdha tō māikā, ōra dūdha kāyakā? puta tō gāyakā, ōra puta kāyakā?

    Highlights the unmatched purity of mother's milk and the supreme utility of cattle offspring.

  70. દૂધમાં સાકર ભળી.

    dūdhamāṁ sākara bhaḷī.

    A perfect, harmonious combination.

  71. દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.

    dūdhanā dūdhamāṁ nē pāṇīnā pāṇīmāṁ.

    Truth eventually separates itself from falsehood.

  72. દૂધના ઉભરા કેટલી ઘડી રહે?

    dūdhanā ubharā kēṭalī ghaḍī rahē?

    Sudden outbursts of anger or excitement subside very quickly.

  73. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ

    dūdhanō dājhēlō chāśa paṇa phūṁkī phūṁkīnē pīē

    Burnt once, and now cautious about things that were never dangerous.

  74. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું

    dūdhanuṁ dūdha anē pāṇīnuṁ pāṇī karī nākhavuṁ

    To separate the true part from the false and leave no doubt which is which.

  75. દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય.

    dūdhē vāḷu jē karē, tē ghara vaida na jāya.

    Eat plainly at night and you will not need him.

  76. દૂહરા—ધરા વિણ ધાન ન નીપજે, કુળ વિણ માઠુ ન હોય;

    dūharā—dharā viṇa dhāna na nīpajē, kuḷa viṇa māṭhu na hōya;

    Good character is inherited from one's family background.

  77. દૂઝણી ગાયની પાટુ સારી

    dūjhaṇī gāyanī pāṭu sārī

    You put up with a good deal from whoever is still producing.

  78. દુકાળમાં અધિક માસ.

    dukāḷamāṁ adhika māsa.

    The hard stretch extended just when it should have been ending.

  79. દુઃખ છતે પૈસે, દુઃખ પૈસા વગર-દેહેનું દુઃખ, મનનું દુઃખ.

    duḥkha chatē paisē, duḥkha paisā vagara-dēhēnuṁ duḥkha, mananuṁ duḥkha.

    Life is inherently full of various types of suffering regardless of one's financial status.

  80. દુખ પછી નેકી સુજે.

    dukha pachī nēkī sujē.

    People often learn the value of goodness only after suffering.

  81. દુઃખ થાય ત્યારેજ ઓસડ લેવાય.

    duḥkha thāya tyārēja ōsaḍa lēvāya.

    People only seek solutions when they are in distress.

  82. દુખ વગર સુખ નહી અને કષ્ટી વગર ફલ મળે નહી.

    dukha vagara sukha nahī anē kaṣṭī vagara phala maḷē nahī.

    Success requires hard work and sacrifice.

  83. દુખનું મુળ આંસી ને કજીઆનું મુળ હાંસી.

    dukhanuṁ muḷa āṁsī nē kajīānuṁ muḷa hāṁsī.

    Inappropriate humor or mockery leads to conflict and sadness.

  84. દુઃખનું ઓસડ દહાડા,

    duḥkhanuṁ ōsaḍa dahāḍā,

    Time heals all grief.

  85. દુખતો માણસ તરણાં ઝાલે.

    dukhatō māṇasa taraṇāṁ jhālē.

    A person in distress will try anything, no matter how futile, to find relief.

  86. દુખે પેટ ને કુટે માથું.

    dukhē pēṭa nē kuṭē māthuṁ.

    Used when someone addresses the wrong problem or reacts in a way that does not solve the actual issue.

  87. દુઃખીઆ આગળ દુઃખ કહો, આધા દુઃખ વે લેત;

    duḥkhīā āgaḷa duḥkha kahō, ādhā duḥkha vē lēta;

    Sharing your grief with someone who has also suffered brings true empathy and lightens your burden.

  88. દુનીઆ આંધળી નથી.

    dunīā āṁdhaḷī nathī.

    Nothing in this world remains hidden from public observation.

  89. દુનીઆ દોરંગી.

    dunīā dōraṁgī.

    People are hypocritical and change their behavior to suit their needs.

  90. દુનીઆ એક દાદરની મીસાલે છે, તે ઉપર કોઇ ચઢે ને કોઇ ઉતરે છે.

    dunīā ēka dādaranī mīsālē chē, tē upara kōi caḍhē nē kōi utarē chē.

    Life is full of ups and downs; status is temporary.

  91. દુનીઆ ઝુકતી હે, ઝુકનેવાલા ચાહીએ.

    dunīā jhukatī hē, jhukanēvālā cāhīē.

    People will yield if you know how to handle them.

  92. દુનીઆમાં જે નથી ફસતો તે રહેશે હસતો.

    dunīāmāṁ jē nathī phasatō tē rahēśē hasatō.

    Detachment from worldly entanglements leads to happiness.

  93. દુનીઆમાં જેહેમત ખેંચવી તે સંસાર ચલાવવા સારૂ છે; તેમ નહી હોય તો અરધી રોટલીથીબી સંતોષ મળતે.

    dunīāmāṁ jēhēmata khēṁcavī tē saṁsāra calāvavā sārū chē; tēma nahī hōya tō aradhī rōṭalīthībī saṁtōṣa maḷatē.

    People work hard primarily to sustain their families, otherwise, they would live more simply.

  94. દુનીઆમાં તવંગર ને ગરીબ સરવે મોહતાજમંદ છે.

    dunīāmāṁ tavaṁgara nē garība saravē mōhatājamaṁda chē.

    Everyone has desires or dependencies, regardless of their wealth.

  95. દુનીઆની આબાદાની ખેતીવાડીથી.

    dunīānī ābādānī khētīvāḍīthī.

    Farming is the backbone of the economy.

  96. દુર અંદેશીથી સારા મારગ સુજે.

    dura aṁdēśīthī sārā māraga sujē.

    Planning ahead leads to better outcomes.

  97. દૂરથી ડુંગરા રળિયામણા.

    dūrathī ḍuṁgarā raḷiyāmaṇā.

    Close up it is all rock and climbing.

  98. દુશમન નબળો છે એવે ભરોસે નચીંત રહેવું નહી.

    duśamana nabaḷō chē ēvē bharōsē nacīṁta rahēvuṁ nahī.

    Never underestimate an opponent.

  99. દુશમનને પણ દુઃખી જોઇ ખુશી થવું નહીં.

    duśamananē paṇa duḥkhī jōi khuśī thavuṁ nahīṁ.

    One should maintain compassion even toward those they dislike.

  100. દુશ્મન હો ચીંટીસા, નહીં હાથીસે કમ મગર;

    duśmana hō cīṁṭīsā, nahīṁ hāthīsē kama magara;

    Warns never to underestimate any enemy, no matter how small or weak they may seem.

  101. દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મૂરખ મિત્ર; કદરૂપી પણ કલાગરી, નહીં રૂપાળી ચિત્ર.

    duśmana tō ḍāhyō bhalō, bhalō na mūrakha mitra; kadarūpī paṇa kalāgarī, nahīṁ rūpāḷī citra.

    A wise adversary is preferable to a foolish ally, just as practical skill is far more valuable than mere superficial beauty.

  102. દુશ્મન તોએ બાંધવા, ધર્મી તોએ તુચ્છ;

    duśmana tōē bāṁdhavā, dharmī tōē tuccha;

    Family ties and inherent value persist despite conflicts or ruin, just as Bharuch remains significant even when broken.

  103. દુષ્ટ માણસની સંગતથી ભલમણસાઈ ઘટી જાય.

    duṣṭa māṇasanī saṁgatathī bhalamaṇasāī ghaṭī jāya.

    Bad company corrupts good character.

  104. દ્વાજખની ધાસ્તી નહી હોત તો લોકો ભલાં કામે કરવામ બેદરકાર રહેત.

    dvājakhanī dhāstī nahī hōta tō lōkō bhalāṁ kāmē karavāma bēdarakāra rahēta.

    Fear of consequences often motivates people to act morally.

  105. દ્વિહરા—નાના કણ પણ રાઈના, પાંખી તોએ મૂછ;

    dviharā—nānā kaṇa paṇa rāīnā, pāṁkhī tōē mūcha;

    Even in a diminished state, a person of quality retains their dignity.

  106. ંદ હોય તેલાં ચાંદરણાં, પછી અંધારું ઘોર.

    ṁda hōya tēlāṁ cāṁdaraṇāṁ, pachī aṁdhāruṁ ghōra.

    The good time lasts exactly as long as the thing causing it.

  107. દાદરો-જમ જમાઈ ઓર નયક, તીનું એક સ્વભાવ;

    dādarō-jama jamāī ōra nayaka, tīnuṁ ēka svabhāva;

  108. દાઢમાં ખટકે કાંકરો,

    dāḍhamāṁ khaṭakē kāṁkarō,

  109. ‘દાઢી ભલે તૂટી જાય-વાળ ખેંચાઈ જાય પણ મારી વાત નહિ મૂકું’ એવા હઠીલા કાકાની વાત સાંભળી. હવે એક બીજો દાખલો સાંભળો.

    ‘dāḍhī bhalē tūṭī jāya-vāḷa khēṁcāī jāya paṇa mārī vāta nahi mūkuṁ’ ēvā haṭhīlā kākānī vāta sāṁbhaḷī. havē ēka bījō dākhalō sāṁbhaḷō.

  110. દાઢી જે ઝુરાં ઝુરાં થાય, પણ એક ખુરો ન છુડે.

    dāḍhī jē jhurāṁ jhurāṁ thāya, paṇa ēka khurō na chuḍē.

  111. દાઢી જો બુરે બુરે થાય પણ એક બુરે ન છડુ

    dāḍhī jō burē burē thāya paṇa ēka burē na chaḍu

  112. દાઢી મૂછો મુંડાવીને, નવરૂં કીધું મુખ, શોભા સઘળી જતી રહી, પણ સિરાવ્યાનું સુખ.

    dāḍhī mūchō muṁḍāvīnē, navarūṁ kīdhuṁ mukha, śōbhā saghaḷī jatī rahī, paṇa sirāvyānuṁ sukha.

  113. ‘દાઢી પહેલાં દીકરી આવી.’

    ‘dāḍhī pahēlāṁ dīkarī āvī.’

  114. દાઢીમાં હાથ નાખવો

    dāḍhīmāṁ hātha nākhavō

  115. દાઢીના ૧૫૦ : ચોટલીના ૪૦૦

    dāḍhīnā 150 : cōṭalīnā 400

  116. દાઢીને દુશ્મન એટલે પીટર ધી ગ્રેટ.’

    dāḍhīnē duśmana ēṭalē pīṭara dhī grēṭa.’

  117. દાઢીવાળા, પકડ ગયા મૂછીવાળા.

    dāḍhīvāḷā, pakaḍa gayā mūchīvāḷā.

  118. દાદીની દાઢી ને સાવરણીની સાવરણી.

    dādīnī dāḍhī nē sāvaraṇīnī sāvaraṇī.

  119. દાદુ નાણું સાયકા, ફરે નવ ખંડ માય;

    dādu nāṇuṁ sāyakā, pharē nava khaṁḍa māya;

  120. દાદુરા

    dādurā

  121. દાદુરા—ખટ ફુટ્યાં ધણુ વસુકીયાં, વદાલા ગયા વિદેશ;

    dādurā—khaṭa phuṭyāṁ dhaṇu vasukīyāṁ, vadālā gayā vidēśa;

  122. દાદુરા—નદી શિંગ નદી પુંછડું, નહીં કરવાના નિશાન;

    dādurā—nadī śiṁga nadī puṁchaḍuṁ, nahīṁ karavānā niśāna;

  123. દાદુરે—રાજપુતાં ને રેવંતા, હાથ વછુટા જાય;

    dādurē—rājaputāṁ nē rēvaṁtā, hātha vachuṭā jāya;

  124. દાદુરો—રામ અરૂખે બેઠક, સણકા મુજરા લેત;

    dādurō—rāma arūkhē bēṭhaka, saṇakā mujarā lēta;

  125. દાગ જે લાગા નીલકા, સૌ મન સાખુન ઘાય;

    dāga jē lāgā nīlakā, sau mana sākhuna ghāya;

  126. દાગ જો લાગા નીલકા, સૌ મન સાબુન ધોય;

    dāga jō lāgā nīlakā, sau mana sābuna dhōya;

  127. દહાડી ડહાપણની નિશાની છે

    dahāḍī ḍahāpaṇanī niśānī chē

  128. દાહરા—લાજે સંપત પામીએ, લાજે મોટાં માન;

    dāharā—lājē saṁpata pāmīē, lājē mōṭāṁ māna;

  129. દહીં ને ડુમરા ઝાડ, હું જીવતા ધણીના દાંત શીદ પાડ?

    dahīṁ nē ḍumarā jhāḍa, huṁ jīvatā dhaṇīnā dāṁta śīda pāḍa?

  130. દૈહરા—જયસી સોબત જગતમેં, તૈસો કરત ઉપાય;

    daiharā—jayasī sōbata jagatamēṁ, taisō karata upāya;

  131. દકાળે (દુ) કાહેલી જાર ખવાય.

    dakāḷē (du) kāhēlī jāra khavāya.

  132. ‘દળનારીનો દીકરો પણ નામ છે દારાબશા’ કેટલાક તો એમ પણ કહે છે કે ‘દળનારીના દીકરા ને નામ દારાબશા.’

    ‘daḷanārīnō dīkarō paṇa nāma chē dārābaśā’ kēṭalāka tō ēma paṇa kahē chē kē ‘daḷanārīnā dīkarā nē nāma dārābaśā.’

  133. દળનારીનો દીકરો પણ નામ દારાબશા

    daḷanārīnō dīkarō paṇa nāma dārābaśā

  134. દાળની સોબતથી ચોખા નર મંત્રી નારી થશે.

    dāḷanī sōbatathī cōkhā nara maṁtrī nārī thaśē.

  135. દળાયલું દળવું તે મન વગર મળળ્યું.

    daḷāyaluṁ daḷavuṁ tē mana vagara maḷaḷyuṁ.

  136. દાલુરા-પૂર્વ તાણે કાયબી, જે આથમતે સુર;

    dālurā-pūrva tāṇē kāyabī, jē āthamatē sura;

  137. દાલુરો—વાદી કહે ધૃત પાત્રને, પાણી જે છવ લેણ;

    dālurō—vādī kahē dhr̥ta pātranē, pāṇī jē chava lēṇa;

  138. દામ બચાવવા દોડતા, બહુધા બની બણીલ;

    dāma bacāvavā dōḍatā, bahudhā banī baṇīla;

  139. દામ બચાવવા દોડતા, બહુધા બની ખપીલ;

    dāma bacāvavā dōḍatā, bahudhā banī khapīla;

  140. દમયંતી સીતા સતી, દ્રોપદી ભઈ દુઃખ પાત્ર;

    damayaṁtī sītā satī, drōpadī bhaī duḥkha pātra;

  141. દાન નાર ને જોગી જતી, એ ત્રણેનો વિશ્વાસ નહી.

    dāna nāra nē jōgī jatī, ē traṇēnō viśvāsa nahī.

  142. દાણીથરા વાણીઆ, રણશૂરા રાજપુત;

    dāṇītharā vāṇīā, raṇaśūrā rājaputa;

  143. દાંત કહે છે

    dāṁta kahē chē

  144. દાંત વિષે

    dāṁta viṣē

  145. દાંતે લણ જે વાપરે, કવણે ઊણું ખાય;

    dāṁtē laṇa jē vāparē, kavaṇē ūṇuṁ khāya;

  146. દર્દ મટ્યું કે વૈદ્ય વેરી.

    darda maṭyuṁ kē vaidya vērī.

  147. દરેક મુશાકેલીના વખતે ખોદાતાલાની મદદ માંગતા ર-

    darēka muśākēlīnā vakhatē khōdātālānī madada māṁgatā ra-

  148. દરેકમાં પારસી પહેલો

    darēkamāṁ pārasī pahēlō

  149. દશા તારી પણ તે થશે, જો વિષય ભોગમાં ભાન;

    daśā tārī paṇa tē thaśē, jō viṣaya bhōgamāṁ bhāna;

  150. દશરે પેટ નહી દીઆ, બરે પાપ દીઆ.

    daśarē pēṭa nahī dīā, barē pāpa dīā.

  151. દાતાકે મન ધન નહીં, શરા મન નહીં શ્વાસ;

    dātākē mana dhana nahīṁ, śarā mana nahīṁ śvāsa;

  152. દાતાકે મન ધન નહીં, શૂરા મન નહીં શ્વાસ; પતિવ્રતાને પ્રાણ નહીં, દેહ ન સમજે દાસ.

    dātākē mana dhana nahīṁ, śūrā mana nahīṁ śvāsa; pativratānē prāṇa nahīṁ, dēha na samajē dāsa.

  153. દે દાળમાં પાણી

    dē dāḷamāṁ pāṇī

  154. દે દે તરકસ બાંધકર, સખી કહાવત શૂર;

    dē dē tarakasa bāṁdhakara, sakhī kahāvata śūra;

  155. દેબુરે

    dēburē

  156. દેડે તે તાકે.

    dēḍē tē tākē.

  157. દેઢીએ શેર, ને ઢગલે ઢડ.

    dēḍhīē śēra, nē ḍhagalē ḍhaḍa.

  158. દેહ ધરેકા ફલ એહી, દેહ દેહ કુછ દેહ; દેહ એહ હોા જાયગી, ફિર કાન કહેગાં દેહ.

    dēha dharēkā phala ēhī, dēha dēha kucha dēha; dēha ēha hōā jāyagī, phira kāna kahēgāṁ dēha.

  159. દેહનું ઢાંકણ રેટલો, ઘરનું ઢાંકણ ઓટલો, ને ધડાનું ઢાંકણ ઠીકરી, બાપનું ઢાંકણ બેટા, ને માનું ઢાંકણ દીકરી.

    dēhanuṁ ḍhāṁkaṇa rēṭalō, gharanuṁ ḍhāṁkaṇa ōṭalō, nē dhaḍānuṁ ḍhāṁkaṇa ṭhīkarī, bāpanuṁ ḍhāṁkaṇa bēṭā, nē mānuṁ ḍhāṁkaṇa dīkarī.

  160. દેનેવાલા ઓર હય, ભેજત હય દિનરૈન; લોક ભરમ હમપૈ ધરે, તાતે નીચે નેન.

    dēnēvālā ōra haya, bhējata haya dinaraina; lōka bharama hamapai dharē, tātē nīcē nēna.

  161. દેરાણી જેઠાણીની ગોઠડી, જાણે સકકરપારા, નણુંદ ભોજાઈની ગોઠડી, જાણે અંગારા.

    dērāṇī jēṭhāṇīnī gōṭhaḍī, jāṇē sakakarapārā, naṇuṁda bhōjāīnī gōṭhaḍī, jāṇē aṁgārā.

  162. દેષ પરાયા દેષ કર, ચને હસંત હસંત;

    dēṣa parāyā dēṣa kara, canē hasaṁta hasaṁta;

  163. દેશકાલ અરૂ પાત્ર લણી, અપની શકિત સમાન;

    dēśakāla arū pātra laṇī, apanī śakita samāna;

  164. દેશકાલ અરૂ પાત્ર લણી, અપની શકિત સમાન; જે કછુ દેવત નીમસે, વાકું કહીયત દાન.

    dēśakāla arū pātra laṇī, apanī śakita samāna; jē kachu dēvata nīmasē, vākuṁ kahīyata dāna.

  165. દેશકાલ ઓર પાત્ર લભી, અપની શક્તિ સમાન; જો કછુ દેવત નિમસૈ, તાકું કહીયત દાન.

    dēśakāla ōra pātra labhī, apanī śakti samāna; jō kachu dēvata nimasai, tākuṁ kahīyata dāna.

  166. દેશકાલ ઓર પાત્ર લણી, અપની શક્તિ સમાન; જો કછુ દેવત નિમસેં, તાકું કહીયત દાન.

    dēśakāla ōra pātra laṇī, apanī śakti samāna; jō kachu dēvata nimasēṁ, tākuṁ kahīyata dāna.

  167. દેવિદાસ દેખી હું, વિચાર ચાર જુગે માંહી,

    dēvidāsa dēkhī huṁ, vicāra cāra jugē māṁhī,

  168. દેવું ધંધાને પાયમાલી કરી દે છે.

    dēvuṁ dhaṁdhānē pāyamālī karī dē chē.

  169. દીકરી અને પેણી એ બંને પર ધ્યાન રાખો.

    dīkarī anē pēṇī ē baṁnē para dhyāna rākhō.

  170. દીકરી આપીને જમાઈનું સાટું વાંચવું, રૂપીઆ ધારીને ધરાઠનું

    dīkarī āpīnē jamāīnuṁ sāṭuṁ vāṁcavuṁ, rūpīā dhārīnē dharāṭhanuṁ

  171. ‘દીકરી રાજ કરશે રાજ’

    ‘dīkarī rāja karaśē rāja’

  172. દીલ લગા વેહી સગા, ઓર સગા નહિ કોઇ;

    dīla lagā vēhī sagā, ōra sagā nahi kōi;

  173. દિન દિન દાયરે જાય, વગોણાં વહાલાનાં કરે; તે બાપ ફેર ગણાય, સાચું સોરઠીઓ ભણે.

    dina dina dāyarē jāya, vagōṇāṁ vahālānāṁ karē; tē bāpa phēra gaṇāya, sācuṁ sōraṭhīō bhaṇē.

  174. દીર્ઘસૂત્રી વિનશ્યતિ દીર્ઘસૂત્રી વિનાશ પામે છે.

    dīrghasūtrī vinaśyati dīrghasūtrī vināśa pāmē chē.

  175. દીસની વાતો દીલમાં, કા પાસે કહેવાય;

    dīsanī vātō dīlamāṁ, kā pāsē kahēvāya;

  176. દીઠે ચાળી ખાણ, સિદ્ધ થઈને ધુમતા;

    dīṭhē cāḷī khāṇa, siddha thaīnē dhumatā;

  177. દિવસે કરે વાદળાં,

    divasē karē vādaḷāṁ,

  178. દો દો તરકસ બાંધકર, સખી કહાવત શર;

    dō dō tarakasa bāṁdhakara, sakhī kahāvata śara;

  179. દોડે ક્વાસ હજાર લગ, ઔર બસે લક્ષ્મી પાસ;

    dōḍē kvāsa hajāra laga, aura basē lakṣmī pāsa;

  180. દોઢ વાંક વગર કજીઓ ન થાય.’

    dōḍha vāṁka vagara kajīō na thāya.’

  181. દોડ્યો. પણ દૂધ લેવું શેમાં

    dōḍyō. paṇa dūdha lēvuṁ śēmāṁ

  182. દોહરા—જયા તે જવાના, રાજા હો કે રંક;

    dōharā—jayā tē javānā, rājā hō kē raṁka;

  183. દોહરા-પૂર્વ તાણે કાયમી, જો આયમતે સુર;

    dōharā-pūrva tāṇē kāyamī, jō āyamatē sura;

  184. દોહરો-વાટી કહે ધૃતપાત્રને, પાળી ને જીવલેણ;

    dōharō-vāṭī kahē dhr̥tapātranē, pāḷī nē jīvalēṇa;

  185. દોપ પરાયા દેખ કર, ચને હસં ત હસં ત;

    dōpa parāyā dēkha kara, canē hasaṁ ta hasaṁ ta;

  186. દોર તુટ્યો કે પતંગ પક્ષો.

    dōra tuṭyō kē pataṁga pakṣō.

  187. દોસ્ત વખાણીએ દાતણે, સગો વખાણીએ સાંઈં;

    dōsta vakhāṇīē dātaṇē, sagō vakhāṇīē sāṁīṁ;

  188. દોસ્તી પૈસી કીજીએ, જયસે સરકે બાલ;

    dōstī paisī kījīē, jayasē sarakē bāla;

  189. દ્રણું ભૂત કુસકે રણીઆત.

    draṇuṁ bhūta kusakē raṇīāta.

  190. દૂધ પુતના ધણી ખોટું કરે નહીં.

    dūdha putanā dhaṇī khōṭuṁ karē nahīṁ.

  191. દૂધ સાકર જેવો નણુંદ અને ભાભીનો સબંઘ.

    dūdha sākara jēvō naṇuṁda anē bhābhīnō sabaṁgha.

  192. દુઃખ હરે સત્સુખ કરે, કરી ભ્રાંતિના લંગ.

    duḥkha harē satsukha karē, karī bhrāṁtinā laṁga.

  193. દુઃખ સાથે રહીને સહો–સુખ સાથે રહીને ભોગવે.’

    duḥkha sāthē rahīnē sahō–sukha sāthē rahīnē bhōgavē.’

  194. દુઃખમેં સુખ હોત હય, ડર મત દેખી દુઃખ;

    duḥkhamēṁ sukha hōta haya, ḍara mata dēkhī duḥkha;

  195. દુઃખે તેને દાઝ, દુઃખ્યાં વિણ દાઝે નહીં;

    duḥkhē tēnē dājha, duḥkhyāṁ viṇa dājhē nahīṁ;

  196. દુખી માણસે પોતા કરતાં વધારે દુઃખી માણસ સામું જોઇ

    dukhī māṇasē pōtā karatāṁ vadhārē duḥkhī māṇasa sāmuṁ jōi

  197. દુનિયા ઝુકે ત્યાં ઝુકો

    duniyā jhukē tyāṁ jhukō

  198. દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મુરખ મિત્ર; કદરૂપી પણ કલાગરી, નહીં રૂપાળી ચિત્ર.

    duśmana tō ḍāhyō bhalō, bhalō na murakha mitra; kadarūpī paṇa kalāgarī, nahīṁ rūpāḷī citra.

  199. દ્વિઅર્થી ભાષા તા વણિકની જ.

    dviarthī bhāṣā tā vaṇikanī ja.

  200. દ્વિદુરા

    dvidurā