બેઠક Bethak

વંઠ્યું દૂધ ઉકરડે નંખાય.

vaṁṭhyuṁ dūdha ukaraḍē naṁkhāya.

Literally
Spoiled milk is thrown on the refuse heap.
What it means
A person who abandons their duties or social standing becomes useless to everyone.
The English proverb Shah set beside it
He is nowhere

Also said as

  • હગાણું નહીં ને ઘર રખાણું નહીં.
  • વર્ણાશ્રમથી વંઠ્યા તો એકે ખપના ન રહ્યા.
  • ખોટા ત્યાગ તે પંડનું ને માબાપનું બગાડ્યું.
  • ધોબીનો કુતરો નહીં ઘરનો કે ઘાટનો.
  • ગઢાપણું ને બ્રહ્મચર્યપણું બેએ જાય.
  • સુથારની આવી ચડતી દશા જોઇને દરજીથી તે સહન થયું નહીં. એટલે દરજીઓએ રેશમી કપડાનાં, મખમલનાં, કીનખાબનાં લુગડાં ઇંગ્રેજી લાવી, તેના તંબુ શમિયાણા બનાવ્યા; કનાતે નરીની ઝાલર તથા તેમાં ખંડ પાડીને વેલ, આઠ લુગડાંની સીવીને વળગાડ્યાં. કામ આખી નાતે કર્યું ત્યારે વરસ દહાડે પૂરું થયું. રાજાને ભેટ કરવા સારૂ તંબુ, શમિયાણા, કનાતે, અંદરની બીછાત બધું દરબારગઢમાં તેઓએ ઉભું કર્યું. રાજાને તે જાહેર થતાં લેવા આવ્યા. જોઇને લુગડાં બહુ ભારી કીમતનાં વાપરેલાં, કારીગરી પણ ઉત્તમ પ્રકારની જોઇ રાજા ખુશ થયા, દરજીઓએ તે બધું રાજાને ભેટ કર્યું. રાજા ખુશ થઇને દરજીને કહે છે કે, તમે માંગો તે આપું. તેથી દરજીએ માગ્યું કે, “સુથારે બનાવેલા પલંગ ઉપર બેસી અમારે હગવું છે.” રાજા વચનથી બંધાયેલા તેથી પલંગ મંગાવીને એક જુદા વંડામાં મુકાવ્યો. દરજીમાંથી કેટલાક પલંગપર બેસી હગવાના છે, એ વાતની સુથારને ખબર પડતાં સુથારની નાત એકઠી કરી. તેઓ વિચારવા બેઠા કે આપણે અપમાન દરજીએ બહુ કર્યું, હવે શું કરવું? ત્યારે નાતે ઠરાવ કર્યો કે દરજીના ઘર સળગાવે. સુથારના ઘરમાં પહેલાં છાણાંના પેલ્લા બાંધી પુષ્કળ તથા સીવીએ દરજીના ઘર પર પાછળ ટગલા કરી સળગાવ્યાં. તે લેઇ દરજીની સ્ત્રીઓ કલ્પાંત કરતી દરબારમાં આવી. દરજી હુગવા બેઠા તે અપુરૂં મૂકી દોડ્યા, ત્યાં કેટલાક ઘર સળગેલા તે રાખી શકાયા નહીં. તેથી કહેવત થઈ કે, “હગાણું નહીં ને ઘર રખાણું નહીં.”
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with વ