બેઠક Bethak

સ્ત્રીના સંબંધે ચાલતી કહેવતો.

strīnā saṁbaṁdhē cālatī kahēvatō.

Literally
Proverbs running in relation to women.
What it means
This is a category header for sayings about women.

Also said as

  • ઉકરડે ઓરી, માટી ખાણે આધી, ને નદીએ નાગી.
  • ભાણે ભોગ ને કપાળે શોક.
  • નાનું નાહલું, ટાહલું ખાવું ને જુઠું ગાવું.
  • સ્ત્રીની આંખમાં આંસુ તે ભરેલાં.
  • બાળકનું ને સ્ત્રીનું ઝેર રેવાનું.
  • વેલ ઊઘાણી, આયડી કુળાણી.
  • હેળી ખેલન્તી, લસ માહાલન્તી, રાસ રમન્તી, સ્ત્રીના હર્ષના પાર નહીં.
  • સોપારી વાંકડી ને બાયડી રાંકડી.
  • સ્ત્રીનું ઝેર ભારે.
  • બાયડીને મોઢે સવામણનું તાળું.
  • કહાવે અબળા, પણ છે પ્રબળા.
  • સ્ત્રીને છલે ઝેર બહુ.
  • સ્ત્રીની બુદ્ધિ પાણીએ.
  • એક રંડા, બે રંડા, ત્રણ રંડા તોડે બ્રહ્માંડ.
  • જ્યાં મળે ચાર ચોટલા ત્યાં વાળે ઓટલા.
  • સ્ત્રીહઠ પુરી પડે નહીં.
  • લાખેના શણગાર કરે, પણ સ્ત્રીનું પુરું થાય નહીં.
  • રહે તો આપથી નીકર જાય સગા બાપથી.
  • રંડ, ભાંડ ઓર ભેંસા, વે બીગડે તો કરનાં કેસા?
  • સ્ત્રીચરિત્રથી દેવ હાર્યા છે.
  • બાયડીના પેટમાં છોકરું રહે, પણ વાત રહે નહીં.
  • સ્ત્રીના ગુણ
  • સ્ત્રીથી વંશવૃદ્ધિ થાય છે.
  • સ્ત્રી ઘરના પ્રધાન છે.
  • સ્ત્રી વગર ઘર નથી.
  • સ્ત્રી વગરનો પુરુષ ડંડીઆમાં ખપે છે.
  • સ્ત્રી ઘરનું ઢાંકણ છે.
  • સંસાર તો સ્ત્રી વગર લુખો છે.
  • સ્ત્રી ઘરની લક્ષ્મી છે.
  • વાંઢાનો અવતાર રદ છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ