- Literally
- Nothing can be extracted from the stomach.
- What it means
- Secrets kept within are impossible to uncover.
Also said as
- વજીરના મનમાં થઈ તેથી સ્ત્રીપુરુષ બંને ખુશીમાં રહેતાં હતાં. પોતાની સ્ત્રીના પતિવ્રતની વજીરના મનમાં ખાતરી થવાથી વજીરને કાંઈક ગર્વ થયો, તેથી હમ શોભતની મંડળીમાં પોતાની સ્ત્રીનાં વખાણ હદ ઉપરાંત કરવા લાગ્યા તે એક મિત્રથી સાંખી ન શકાયાથી તેણે તે સ્ત્રીના દોષ ગાયા. ત્યારે વજીરે તે વિષે ખાતરી કરી આપવા માગણી કરી.
- તે મિત્રે ખાતરી કરી આપવા હામ ભીડીને કહ્યું કે ‘પંદર દિવસના ગામતરે જવાનું નક્કી કરો પછી હું તમારી સાથે આવું ને ખાતરી કરી આપું,’ તે પ્રમાણે બંને વિચાર કરી પંદર દિવસની મુસાફરીની તૈયારી કરીને વજીરે પોતાની સ્ત્રીની રજા માગી અને મુસાફરીએ વજીર તથા તેનો મિત્ર ચાલ્યા.
- શેહેરથી બે ગાઉ ઉપર એક ગામ આવ્યું ત્યાં વજીર તથા તેનો મિત્ર છુપાઈથી રોકાયા ને ચાકરનોકરને સામાન સાથે આગળ લઈ અમુક ગામે મુકામ રાખવા હુકમ આપ્યો.
- રાત્રે વજીર અને મિત્ર પાછા દિલ્હી આવ્યા અને વજીરને ઘેર આવી મોડી રાતે વજીરના ઘરમાં દાખલ થયા. ત્યાં તે બંને તેણે ઘરમાં ધામધૂમ જોઈ ૮ તરેહની જોઈ. તે વખતે વજીર ગુસ્સામાં આવી પોતાની સ્ત્રી તથા તેની સાથેના પુરુષને કતલ કરી ચાલ્યા ગયા ને પોતાના નોકરો જે ગામ રોકાયા હતા ત્યાં જઈ રહ્યા. બીજે દિવસે મુસાફરી બંધ કરીને તેઓ દિલ્હી પાછા આવ્યા ત્યાં પોતાની સ્ત્રીનું તથા એક પુરુષનું ખૂન થયાની તથા તે ઠેકાણે થયાની વાત જાણી.
- બીજે દહાડે વજીરે પોતાના ઘરમાંથી બેચાર લાખનું ઝવેરાત લઈ એક પોટલી બાંધી તેને ગોળ દઢા કરી બાકી મિલકત લુંટાવી દીધી અને દુનિયાથી વિરાગ પામી એક જોગીનો વેષ ધારણ કરી દિલ્હીથી ચાલી નીકળ્યા. મિત્ર તો પોતાને ઘેર ગયો.
- ઝવેરાતનો દઢા લેઈ ફરતા ફરતા વજીર એક રાતના શેહેરમાં જઈ પહોંચ્યા. ત્યાં કાંઈક મુદત રહ્યા પછી વજીર જોગીએ હજ કરવા જવા વિચાર કરી પોતાની પાસેના દ્રવ્યો ક્યાં મૂકવા તેની તજવીજ કરવા લાગ્યા.
- કરતાં કરતાં બધા શાહુકારોનાં ઘર જોયાં, તેમના વ્યવહાર વિષે તથા શાખ વિષે તપાસ કર્યો તેમાં તારશા કરીને એક શાહુકારનું નામ આવતાં તેનું ઘર તથા રીતભાત વિષે બારીકીથી તપાસ કરવામાં વજીર જોગીને તારશાની પાછળ ફરવાની જરૂર પડી. તે વજીર જોગી તપાસ કરવા સારૂ તારશા એક સોનીની દુકાને બેઠા હતા તે સામે દૂર બેઠો. તારશા સોનીની દુકાનેથી ઘેર ગયા ત્યારે વજીર ફકીર પણ તેની પાછળ ગયો. તારશા ઘેર પહોંચ્યા ત્યાં પોતાના કપડા ઉપર સોનાના તારના કડકા જોયા એટલે તુરત નોકરને બોલાવી સોનીને ત્યાં આપી આવવા હુકમ કર્યો. તે જોઈ વજીર ફકીરને ખાતરી થઈ કે તારશા ઘણો પ્રામાણિક શાહુકાર છે.
- બીજે દિવસ વજીર ફકીર તારશા શેઠને ઘેર ગયો. તારશાએ તેને આવકાર આપ્યો અને આવવાનું પ્રયોજન પૂછ્યું. ફકીરને ખાતરી થયેલી તેથી છૂટા મનેથી વાત કરી કે “મારે મક્કા શરીફ હજ કરવા જવું છે માટે મારી પાસે ચારેક લાખનું જવાહીર તમારે ત્યાં અનામત મૂકીને જવું છે ને તે અનામત હું ત્યાંથી આવીને લેઈશ.” શેઠે કહ્યું “આવી
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.