બેઠક Bethak

પારકી ભૂલ તરત દેખાય.

pārakī bhūla tarata dēkhāya.

Literally
Another's fault is seen immediately.
What it means
People are quick to judge others while remaining blind to their own flaws.
The English proverb Shah set beside it
Everybody can see others' failings.

Also said as

  • પારકી ભૂલ તરત દેખાય, આપણી ભૂલ અજાણમાં જાય.
  • પોતાની ભૂલ ને પારકી અછત નજરે આવે નહીં.
  • વાંકા ચાસ તે પદમાના.
  • પારકે ભાણે મોટા લાડવા.
  • પારકે રોટલે જડી કાર.
  • ભુંડાં કામ તે ભાણુકીનાં.
  • સોરઠા—પોતા તણે વાંક ડાલો પણ દેખે નહિ,
  • દિલમાં ચાલે ડાંક, જો દેખે બીજામાં.
  • આ સંબંધમાં કવેશ્વર દલપતરામ ડાલાભાઈનું નીચલું કવિત છે.
  • મનહર છંદ—ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભુંડા,
  • ભૂતલમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
  • બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી,
  • કુતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે;
  • વારણુની સુંઢ વાંકી, વાઘના છે નખ વાંકા,
  • ભેંસને તો શી૨ વાંકાં શીંગડાંનો ભાર છે;
  • સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ,
  • અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ