‘માણુસું સાચું જજો, પણ ટીચકા જેટલું નાક ન જજો,’ આજ કહેવત થોડાક ફેરફાર સાથે બીજી રીતે પણ પ્રચલિત છે- ‘માણુસું સાચું જજો, પણ નવટાંકનું નાક ન જશો.’ એમાં બંનેનો અર્થ સરખો જ છે. માથા કરતાં નાકનું મહત્ત્વ વધુ ગણાયું છે. નાક અણીયારું હોય-નોકવાળો હોય તે ધરાવનાર રૂપાળો, સુંદર-નોકીલો ગણાય છે. પણ નાક જે ચીખું હશે-ચપટું કે ખોડવાળું કે પછી બેઠેલું હશે તો તે માણુસને કદરૂપો-બેડોળ નકટો ગણવામાં આવશે.