બેઠક Bethak

લાકડાંની પોલની ને માણસના પેટની ખબર પડે નહીં.

lākaḍāṁnī pōlanī nē māṇasanā pēṭanī khabara paḍē nahīṁ.

Literally
The hollow of the wood and the stomach of a man cannot be known.
What it means
A person's true intentions are hidden and cannot be easily discerned.

Also said as

  • એક વજીરના મકાનમાં તેની સ્ત્રી ઓસરાના પડદામાં રહેતી હતી. પોતાના મકાનના વાડામાં ભેંસોની કેડ હતી, ને ભેંસને દોહવા સારૂ ભરવાડ રાખેલો હતો. એક દિવસ તે ભેંસ દોહવા આવતાં પાણીને ધવરાવવા સારૂ છોડી તે હાથમાંથી છુટીને નાઠી અને રહેવાના મકાનના એક ખંડમાં પેસી ગઈ. ભરવાડ પાછળ આવ્યો, પણ પાછી ઘરમાં પેસી ગઈ તે વજીરની સ્ત્રીએ જોઈ હતી તેથી પડદા બહાર પોતાની આંગળી કઢાડીને ભરવાડને કયા ખંડમાં તે ગઈ તેના ઇશારા કર્યા, એટલે તે ખંડમાં ભરવાડ જઈ તે પાછી કાઢાડી લાવ્યા અને પોતાનું કામ હંમેશની માફક કરવા લાગ્યા.
  • વજીર સાંજે ઘેર આવ્યો, અને પોતાની સ્ત્રી પાસે ગયો, ત્યારે સ્ત્રીને ઉદાસ જોઈ ઉદાસીનું કારણ પૂછતાં, પાછી સંબંધે બનેલી હકીકત સ્ત્રીએ કહી, ત્યારે વજીરે કહ્યું એમાં ઉદાસ થવાનું કાંઈ નથી; ત્યારે બાએ કહ્યું, "તમે સમજ્યા નથી. મારી આંગળી ભરવાડ જોઈ ગયો માટે તે કપાવી નાંખવી એવો મારો નિશ્ચય છે, માટે તે આંગળી કપાવ્યા વગર સુધી હું ઉદાસ રહીશ." વજીરે આંગળી નહીં કપાવવા બહુ સમજાવ્યા પણ બાએ માન્યું નહીં, ને આખર તે આંગળી એક હજામને બોલાવી કપાવી નાંખી.
  • આ ઉપરથી વજીરની સ્ત્રીના પતિવ્રત વિષે તે બાના ધાર્યા પ્રમાણે ખાતરી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with લ