- What it means
- Not written up yet.
Also said as
- દીવાન મેરૂ તે ભાણુ, સુલતાન ને કુંભો થયા; હતા હીમતોની ખાણુ, સાચું સોરઠીઓ ભણે.
- બેઠાં જોકાં ખાય, વાટો કસુંમાની જુવે; એનાથી શું થાય, સાચું સોરઠીઓ ભણે.
- વાતે વીસરી જાય, તે વાહારામાં શેણે ચડહે; થરથર કાયા થાય, સાચું સોરઠીઓ ભણે.
- હીરા આવ્યો હાથ, અજાણ્યો ઓળખે નહીં; જાણા નહીં જગનાથ, સાચું સોરઠીઓ ભણે.
- સારે સગાં થાય, ગરીબીમાં કોઈ ગણે નહીં; મનમાં સમજી જાય, સાચું સોરઠીઓ ભણે.
- સમાણુસનો સંગ, કમાણુસ કરે નહીં; એને નહીં ઘડો કે ઢંગ, સાચું સોરઠીઓ ભણે.
- કમાણુસનાં કલાં, સમાણુસ સાંભળે નહીં; જે બગડે બોલે વલાં, સાચું સોરઠીઓ ભણે.
- ધરધરણાંની ધુંસ, મન માની મોજો કરે; કહેતાં કાઢે દુસ, સાચું સોરઠીઓ ભણે.
- એ તો વશમી વાટ, સંગતો થાવી સંતની; ધડતાં ન આવડે ઘાટ, સાચું સોરઠીઓ ભણે.
- ભકતાણીની ભાણ, ભગતને ભૂલી ગયા; એ ભકતોમાં નહીં માલ, સાચું સોરઠીઓ ભણે.
- છાણાં પાણીની સોંજ, પણુ મનમાં નહીં; માણુસે બીજા મોજ, સાચું સોરઠીઓ ભણે.
- જોઈ બીજાનાં જોણુ, ઊફાંદો બહુ આદરે; એ લાલા માલાનાં ઘાણુ, સાચું સોરઠીઓ ભણે.
- ગીરાસીઆ જાત ગમાર, સૈજામાં સમજ નહીં; જટ કાઢે તલવાર, સાચું સોરઠીઓ ભણે.
- મુખે માંડી મોકાણુ, જીવતાં કાઇએ જાણ્યા નહીં; એ તો દેખાડા જાણે, સાચું સોરઠીઓ ભણે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.