બેઠક Bethak

કાકડી, ચીભડું કાપી લેવાય, પણ પેટ ચીરીને લેવાય નહીં.

kākaḍī, cībhaḍuṁ kāpī lēvāya, paṇa pēṭa cīrīnē lēvāya nahīṁ.

Literally
A cucumber or melon can be sliced open, but a stomach cannot be torn open.
What it means
A person's inner thoughts and secrets cannot be forcibly exposed or inspected like fruit.

Also said as

  • અનામત અમે કોઇની રાખતા નથી, ને આટલું બધું જોખમ અમે કેવી રીતે રાખી શકીએ?” પછી ફકીરે અનામત રાખવા આગ્રહ કર્યો, તેમ શેઠે “એમ પકડ મુજે જોર આતા હય” તેવી રીતે નહીં રાખવાનો ડોળ કર્યો. તેમ તેમ ફકીરે બહુ આજીજી કરી, ત્યારે શેઠને દયા આવી હોય, તેમ તે ધર્મનું કામ કરવા જાય છે માટે ઉત્તેજન આપવાની મેહેરબાની કરતા હોય તેમ તે કહી કે, “હું તમને એક મજબુત ઓરડી સોંપું ને એક મજબુત પેટી સોંપું તે પેટીમાં મૂકી તાળું મારી, તે પછી ઓરડીને તાળું સાચવીને કુંચીઓ તમે તમારી સાથે લેતા જાઓ.” ફકીરે લાચારીથી તે વાત કબુલ કરી પોતાનો ડલ્લો પેટીમાં મૂકી તાળું માર્યું, પછી તે પેટી વાળી ઓરડીને તાળું મારી બંને કુંચીઓ સાથે લેઇ હજ કરવા ગયો. ખરચને માટે જરૂર પડતું નાણું સાથે લેતા ગયા.
  • છએક મહિના પછી વજીર ફકીર હજ કરીને પાછા આવ્યા, અને તારશા શેઠને ત્યાં અનામત લેવા ગયો, એટલે શેઠે કહ્યું, “તમારી ઓરડી ઉઘાડીને પેટીમાંથી કહાડી લેઇ જાઓ.” ફકીરે ઓરડી ઉઘાડી તો બરાબર સારી સ્થિતિમાં જોઇ. તેણે પેટી ઉઘાડી માંહેથી ડલ્લો મ્હાડ્યો તો, વજનમાં તેટલો જ લાગ્યો. શેઠ રૂના ડલ્લા છોડી જોતાં તેટલા જ વજનના નર્મદાના ગોળ કંકરા ફકીરે જોયા. ફકીરે શેઠને પૂછ્યું, “આ શું?” શેઠ કહે, “તમારે જે હશે તે નીકળ્યું” હવે હીરા, માણેક, પાના, મોતીને બદલે કંકરા નીકળ્યા. પોતે વજીરાત કરેલી તેથી ડાહ્યો માણસ તો ખરે જ એટલે વિચાર કર્યો કે, “મારી પૂર્વ સ્થિતિ કોઇ જાણતું નથી, મારે ફકીરી હાલ છે, તેમ તકરાર ઉઠાવવાને આધાર નથી, માટે મુંગે મોઢે ચાલું નીકળવું ને આ ડલ્લો એમને એમ રાખી મૂક્યો.” ફકીર નિશ્વાસ નાંખી જે મળ્યું તે લેઇ ચાલતો થયો અને શેઠને નિરાંત થઈ.
  • હવે ફકીર શેઠની અંદરના એક તળિયામાં રહ્યો. તેણે સૂકા કે સારા રોટલા ગામમાંથી માગી લાવી ગુજરાન કરવા માંડ્યું. વર્ષે દહાડે વીતી ગયો છે, તેટલામાં એક બાવાની જમાત, ગુરૂ તથા વીશ પચીશેક ચેલાની બનેલી, તે ગામમાં આવી. તેમણે મુકામ શેઠર વચ્ચે સારો ચોક જોઇને કર્યો. ગુરૂનું ત્યાં આસન કર્યું, અને સાથેના દેહને એક મોટા છત્ર નીચે પધરાવ્યા. અને આસપાસ ચેલાઓના આસન નાંખ્યાં. દિવસે ચેલા ભિક્ષા માગવા જાય, લોટ દાળ લાવે તેની રસોઇ કરી ઠાકુરજીને થાળ ધરાવી જમે, ને નૃસિંહજીનું ભજન કરી માત્ર ભક્તિમાં દિવસો વ્યતીત કરે. આપણા ફકીરે ધ્યાન રાખી દૂર બેસી આ વ્યવહાર જોયો ને પોતે તેમની ભક્તિથી રાજી થયો હોય એમ ડોળ કરી પાસેની દુકાનના ઓટલા ઉપર રાત ગુજરવા લાગ્યો, પણ રાતના તે જાગત રહી ખેલ જોયા કરતો.
  • જમાતમાં ગુરૂ તો આસન મૂકી ક્યાંયે જાય નહીં. પણ ચેલા ગામમાં ભિક્ષા સારૂ જાય ત્યારે શેરીએ શેરી, ઘરે ઘર, તેમાં રહેનારાં માણસો, તેમની સ્થિતિ વિષે બરાબર ચોકસાઈથી તપાસ કરે. એમ દરેક દિવસ જમાત રહી તેમાં ચેલા ઘરે ઘરના તમામ રસ્તાના ભણીતા થઈ ગયા અને પછી ચોરી કરવા લાગ્યા. જેનાં ઘરમાં પેસે તેના દાગીનામાંથી એક કે બે દાગીના ઉઠાવે. રૂપીઆની થેલી હોય તો અર્ધા ઉઠાવે, ને ઘર ધણીને તુરત જાણવામાં ન આવે કે બૂમ કરે અથવા ગુમ થઈ ગયાના વહેમમાં પડે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક