બેઠક Bethak

કાકડી, ચીભડું કાપી જોવાય, પણ પેટ ચીરીને જોવાય નહીં.

kākaḍī, cībhaḍuṁ kāpī jōvāya, paṇa pēṭa cīrīnē jōvāya nahīṁ.

Literally
A cucumber or melon can be cut to see inside, but the stomach cannot be cut to see.
What it means
Some things are meant to remain private and cannot be forced open for inspection.

Also said as

  • અનામત અમે કોઇની રાખતા નથી, ને આટલું બધું જોખમ અમે કેવી રીતે રાખી શકીએ?” પછી ફકીરે અનામત રાખવા આગ્રહ કર્યો, તેમ શેઠે “જ્યાં પકડ મુજે તેર આતા હય” તેવી રીતે નહીં રાખવાના ડોળ કર્યો. તેમ તેમ ફકીરે બહુ આજીજી કરી, ત્યારે શેઠને દયા આવી હોય, તેમ તે ધર્મનું કામ કરવા જાય છે માટે ઉત્તેજન આપવાની મેહેરબાની કરતા હોય તેમ કરી કહ્યું કે, “હું તમને એક મજબુત ઓરડી સોંપું ને એક મજબુત પેટી સોંપું તે પેટીમાં મૂકી તાળું મારી, તે પછી ઓરડીને તાળું સાચવીને કુંચીઓ તમે તમારી સાથે લેતા જાઓ.” ફકીરે લાચારીથી તે વાત કબુલ કરી પોતાના ડલ્લો પેટીમાં મૂકી તાળું માર્યું, પછી તે પેટી વાળી ઓરડીને તાળું મારી બંને કુંચીઓ સાથે લેઇ હજ કરવા ગયો. ખરચને માટે જરૂર પડતું નાણું સાથે લેતા ગયા.
  • છએક મહિના પછી વજીર ફકીર હજ કરીને પાછા આવ્યો. અને તારશા શેઠને ત્યાં અનામત લેવા ગયો, એટલે શેઠે કહ્યું, “તમારી ઓરડી ઉઘાડીને પેટીમાંથી કહાડી લેઇ જાઓ.” ફકીરે ઓરડી ઉઘાડી તો બરાબર સારી સ્થિતિમાં જોઇ. તેણે પેટી ઉઘાડી માંહેથી ડલ્લો મ્હાલ્યો તો, વજનમાં તેટલો જ લાગ્યો. શેઠ રૂરૂ હસ્યા છતાં જોતાં તેટલા જ વજનના નર્મદાના ગોળ કાંકરા ફકીરે જોયા. ફકીરે શેઠને પૂછ્યું, “આ શું?” શેઠ કહે, “તમારે જે હશે તે નીકળ્યું.” હવે હીરા, માણેક, પાના, મોતીને બદલે કાંકરા નીકળ્યા. પોતે વછરાત કરેલી તેથી ડાહ્યો માણસ તો ખરે જ એટલે વિચાર કર્યો કે, “મારી પૂર્વ સ્થિતિ કોઇ જાણતું નથી, મારા ફકીરી હાલ છે, તેમ તકરાર ઉઠાવવાને આધાર નથી, માટે મુંગે મોઢે ચાલી નીકળવું ને આ ડલ્લો એમને એમ રાખી મૂકવો.” ફકીર નિશ્વાસ નાંખી જે મળ્યું તે લેઇ ચાલતો થયો અને શેઠને નિરાંત થઈ.
  • હવે ફકીર શેઠની અંદરના એક તળિયામાં રહ્યો. તેણે સૂકા કે સારા રોટલા ગામમાંથી માગી લાવી ગુજરાન કરવા માંડ્યું. વર્ષે દહાડો વીતી ગયો છે, તેટલામાં એક બાવાની જમાત, ગુરૂ તથા વીશ પચીશેક ચેલાની બનેલી, તે ગામમાં આવી. તેમણે મુકામ શેઠેર વચ્ચે સારા ચોક જોઇને કર્યો. ગુરૂનું ત્યાં આસન કર્યું, અને સાથે દેવને એક મોટા છત્ર નીચે પધરાવ્યા. અને આસપાસ ચેલાઓનાં આસન નાંખ્યાં. દિવસે ચેલા ભિક્ષા માગવા જાય, લોટ દાળ લાવે તેની રસોઇ કરી ઠાકોરજીને થાળ ધરાવી જમે, ને નૃસિંહજીનું ભજન કરી માત્ર ભક્તિમાં દિવસે વ્યતીત કરે. આપણા ફકીરે ધ્યાન રાખી દૂર બેસી આ વ્યવહાર જોયો ને પોતે તેમની ભક્તિથી રાજી થયો હોય તેમ ડોળ કરી પાસેની દુકાનના ઓટલા ઉપર રાત ગુજારવા લાગ્યો, પણ રાતના તે જાગૃત રહી બેસી જોયા કરતો.
  • જમાતમાં ગુરૂ તો આસન મૂળી ક્યાંયે જાય નહીં. પણ ચેલા ગામમાં ભિક્ષા સારૂ જાય ત્યારે શેરીએ શેરી, ઘરે ઘર, તેમાં રહેનારા માણસો, તેમની સ્થિતિ વિષે બરાબર ચોકસાઈથી તપાસ કરે. એમ દરેક દિવસ જમાત રહી તેમાં ચેલા ઘરે ઘરના તમામ રસ્તાના જાણીતા થઈ ગયા અને પછી ચોરી કરવા લાગ્યા. જેતા ઘરમાં પેસે તેના દાગીનામાંથી એક કે બે દાગીના હલે. રૂપીઆની પેટી હોય તો અર્ધી હલે, ને ઘરધણીને તરત જાણવામાં ન આવે કે બૂમ પડે અથવા ગુમ થઈ ગયાના વહેમમાં પડે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક