- Literally
- Without the right method, what is the use of a Yogi dyeing his clothes?
- What it means
- External appearances do not make a person holy.
- The English proverb Shah set beside it
- All hoods make no monks.
Also said as
- જોગી જુગત બના નહીં, કપડે રંગે તો ક્યા દુવા?
- ભગવે લુગડે સંત થવાતું નથી.
- ગધેડા વાઘનું ચામડું ઓઢે, પણ તેથી વાઘ થાય નહીં.
- માથું મુંડાવે જતિ નહીં, ને ધુંધટા તાણે સતી નહીં.
- પાયટી પહેરવાથી ભાયડા થવાય નહીં.
- માથું મુંડાવ્યું, પણ મન મુંડાવ્યું નહીં ત્યાં સુધી સંત નહીં.
- એકલા તપે બાવા થવાય નહીં.
- બગ ધ્યાન ધરે તપસ્વી નહીં.
- વેશ લીધો વૈરાગનો, પણ ભજવવા કઠણ છે.
- ધર્મનું નામ, સ્વાર્થનું કામ.
- સોરઠા—ભટકે લઈને ભેખ, ઘર ઘર અલેક જાવતા;
- દુનિયાના ઠગ દેખ, મળશે જાત્રા મોતીઆ.
- પંથે મોટાં પાપ, પંથ વટે બાધા બીડે;
- અળગા રહીએ આપ, મેલા માણસ મોતીઆ.
- છપ્પા—જટા વધારે વડ વૃક્ષ, કીટ બાળે છે કાયા,
- જળચર જળમાં નહાય, બગ બહુ ધ્યાને ધાયા;
- ગર્ધવ લોટે છાર, શુક રામ નામજ ભાખે,
- ગાડર મુંડાવે શિશ, અજામુખ ડહાડુ રાખે;
- મોર તજે છે માનની, શ્વાન સકલનું ખાય છે,
- શામળ કહે સાચા વિના, કોણ સ્વર્ગમાં જાય છે?
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.