બેઠક Bethak

જોગી જુગત જાના નહીં, કપડે રંગે તો ક્યા હુવા ?

jōgī jugata jānā nahīṁ, kapaḍē raṁgē tō kyā huvā ?

Literally
If the ascetic does not know the art, what does it matter if he dyes his clothes?
What it means
Outward appearances and religious attire do not make one truly virtuous or wise.
The English proverb Shah set beside it
All hoods make no monks.

Also said as

  • ભગવે લુગડે સંત થવાનું નથી.
  • ગધેડા વાઘનું ચામડું ઓઢે, પણ તેથી વાઘ થાય નહીં.
  • માથું મુંડાવે જતિ નહીં, ને ધુંઘટો તાણે સતી નહીં.
  • પાઘડી પહેરવાથી ભાયડા થવાય નહીં.
  • માથું મુંડાવ્યું, પણ મન મુંડાવ્યું નહીં ત્યાં સુધી સંત નહીં.
  • એકલા તપે બાવા થવાય નહીં.
  • બગ ધ્યાન ધરે તપસ્વી નહીં.
  • વેશ લીધો વૈરાગનો, પણ ભજવવા કઠણ છે.
  • ધર્મનું નામ, સ્વાર્થનું કામ.
  • સોરઠા—ભટકે લેઈને ભેખ, ધર ધર અલેક જગાવતા;
  • દુનિયાના ઠગ દેખ, મળશે ઝાઝા મોતીઆ. ૧૩૦
  • પંડે મોટાં પાપ, પંથ વહે બાથાં ભીડે;
  • અલગા રહીએ આપ, મેલા માણસ મોતીઆ. ૧૩૧
  • છપ્પા—જટા વધારે વડ વૃક્ષ, કીટ બાળે છે કાયા,
  • જળચર જળમાં નહાય, બગ બહુ ધ્યાને ધાયા;
  • ગધવ લોટે છાર, શુક રામ નામજ ભાખે,
  • ગાડર મુંડાવે શિશ, અજમુખ ડહાડું રાખે;
  • મોર તજે છે માનની, શ્વાન સકલનું ખાય છે,
  • શામળ કહે સાચા વિના, કાણ સ્વર્ગમાં જાય છે ? ૧૩૨
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ