બેઠક Bethak

ભરમ ભારી, ને ખીસા ખાલી.

bharama bhārī, nē khīsā khālī.

Literally
Heavy pretense and empty pockets.
What it means
Said of someone who puts on a show of wealth while being broke.

Also said as

  • (વગર પૈસે ડોળ કરવા તે વિષે.)
  • ભરમ ભારી ને ખીસા ખાલી.
  • ઢાલા ચણ્યા ને વાગે ધણો.
  • મુછે ચેપડવા તેલ નહીં ને ઉહેલીએ દીવા કરો.
  • નામ રાખ્યું ધનાશા ને ઘરમાં હાંલાં કુસ્તી કરે.
  • પુલ ફટાણીયા ને ફાંટમાં છાણાં, ઘેર આવે ત્યાં કલેડાં કાણાં.
  • ઢાલી ઠકરાઇ ને ફાંટમાં છાણાં, મુવે ત્યારે ભેડ ખીછાંનાં.
  • પુલી બાઇની પુલ, ને ઘરમાં ન મળે ધૂળ.
  • ઢમઢાલ ને માંહે પેલ.
  • નામ મેટાં ને દર્શન ખાટાં.
  • શેખાઇ શાહજાદાની, ને કસબ ભાડભુંજનો.
  • બાઈ ખાખાર ને વહુને ધરચેળું જોઇએ.
  • ક્યા કરે નર ફ્રાંકડા, કે ચેલીકા મ્હાં સાંકડા.
  • ઘરમાં આડી શેરીની ઊડે, ને બહાર મુછે મરડે.
  • ઉપરથી ફૂલ ને ઘરમાં ધૂળ.
  • ફારા વાળા કકડે ઘણા.
  • દળનારીના દીકરા ને નામ પાડ્યું ગુલાબખાં.
  • મીયાં ફાડીઆં ચાટે ને ખીબીને પુલેલ જોઇએ.
  • ઊંચી દુકાન ને ફીકાં પકવાન.
  • ફારા વાધા કડકડે, ને ઘરની રાંડ ફડફડે.
  • ઉપર વાગા ને માંહે નાગા.
  • તમાચા મારી મ્હાં લાલ રાખવું.
  • ખાલી વાસણુ ખડખડે ઘણું.
  • અડક પારેખની ને જાત હજામની.
  • ઘરમાં ચોવીશ હાથના વાંસ ફરે ને બહાર બાપ ચાળીશ લાખના.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ