બેઠક Bethak

બાજરી, બાવટા, વાલ વિષે.

bājarī, bāvaṭā, vāla viṣē.

Literally
Regarding millet, bavali, and beans.
What it means
Simple, hardy crops are the foundation of rural sustenance.

Also said as

  • બલિહારી તારી બાજરા, જેનાં મોટાં પાન:
  • ઘોડે પાંખે આવીઆ, બુઢા થયા જુવાન.
  • બાજરી મારે ઉંચા છોડ, મારે માથે ટોપી;
  • મારે ગુણ ક્યારે જણાય, કે ખાય દૂધ ને રોટી.
  • બાવટા કહે હું ઝીણા દાણા, દેખીતા તો રાઈ;
  • બાર મહિના મને સેવે, તો ખોબા કહાડુ સાહી.
  • વાલ કહે હું મોટા દાણા, ઘણાં લાકડાં બાળું;
  • ચાર દિવસ મને સેવા, તો સભામાં બેસતા ટાળું.
  • વાલ કરે તાલ, ને મગ કરે પગ.
  • મગ કહે હું લીલા દાણા, મારે માથે ચાંદું;
  • મારે ખપ ક્યારે પડે, કે માણસ હોય માંદું.
  • એચાર મહિના ખાય તો, માણસ ઉઠાડું માંદું.
  • મઠ કહે હું ઝીણા દાણા, મારે માથે નાકું;
  • મારી પરખ ક્યારે પડે, કે ઘોડું આવે થાક્યું.
  • મકાઈ કહે હું મોટા દાણા, મારે માથે ચોટી;
  • મારી પરખ ક્યારે પડે, કે ઘેર દુઝે જોટી.
  • ધઉં કહે હું રૂડા દાણા, મારે માથે ચીરા;
  • મારી પરખ ક્યારે પડે, બેહેન ઘેર આવે વીરા.
  • લાંગ ભાગે ટાંગ, વટાણા વાયડા ઝેર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ