બેઠક Bethak

અક્કલ બળ કે પૈસા કરતાં વધારે ઉપયોગી છે.

akkala baḷa kē paisā karatāṁ vadhārē upayōgī chē.

Literally
Intellect is more useful than force or money.
What it means
Wisdom achieves results that physical strength or wealth cannot.
The English proverb Shah set beside it
Policy goes far beyond force.Reason can do more than brutal force.

Also said as

  • પત્યર હેઠ આંગળી આવી તે કળથી કહાડવી, બળથી નીકળે નહિ.
  • અક્કલથી પૈસા મળે છે, પૈસાથી અક્કલ મળતી નથી.
  • કળથી થાય તે બળથી ન થાય.
  • અક્કલ બડી કે ભેંસ?
  • કરોડ રૂપીઆ ખરચતાં પણ મળે નહીં તે (અક્કલ).
  • સો બળ કામ કરે નહીં, તે અક્કલ કરે.
  • અક્કલ પાંચ માણસમાં રહેલી છે.
  • અક્કલ વિનાના આંધળા, પૈસા વિના પાંગળા.
  • દોહરો—કળથી બુદ્ધિ આગણી, જે ઉપજે તત્કાળ;
  • વાંદર વાધ વલોવીઆં, એકલડે શીઆળ.
  • અક્કલ ઉધારે ના મળે, હેત ન હાટ વેચાય;
  • રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય.
  • સોરઠા—કળથી થાય કામ, તે બળથી થતું નથી;
  • જરબળ ન આવે કામ, સાચું સોરઠીયા ભણે.
  • આવે વસ્તુ અનેક, ધનમાયા ગાંડે હવે;
  • અક્કલ ન આવે એક, કરોડ રૂપિયે કસનીયા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ