બેઠક Bethak

આભ ફાટયું ત્યાં ક્યાં થીંગડું દેવું.

ābha phāṭayuṁ tyāṁ kyāṁ thīṁgaḍuṁ dēvuṁ.

Literally
Where the sky has torn, where can a patch be put?
What it means
When a disaster is overwhelming, no small remedy can fix it.
The English proverb Shah set beside it
No fence against a flail.

Also said as

  • પાણી ચારે તરફ ફરી વળ્યું, ત્યાં ક્યાં જવું ?
  • મધ્ય દરિયે બેડી, ઊગર્‌યાના આરે નહીં.
  • હવે છેલ્લે ક્યારે પાણી આવ્યું છે.
  • હાથ દીધે હુગામણ રહે નહીં.
  • પ્રભુ પલળ્યા, ત્યાં માણસનું શું જોર ?
  • પેટ ફાટયું ત્યાં ક્યાં પાટા બાંધવા ?
  • સોરઠા—ભાણું ભાંગ્યું હોય, રેણુ દઈ રેવરાવીએ;
  • કાચ ફટક્યા હોય, તેને સાંધ્યા ન મળે સુરના.
  • હીરાગળ ફાટયું હોય, ત્રાગે લેઈ તુનાવીએ;
  • કાળજ ફાટયું હોય, સાંધ્યા ન મળે સેણનાં.
  • બહાર બળતર હોય, ઓસડ કરી ઓલાવીએ;
  • કાળજ બળતર હોય, કી ઓલાય કાળીઆ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ