બેઠક Bethak

આ શરીરને સારું રાખવા તથા સારૂ કેમ જણાય તે સંબંધમાં કહેવતો.

ā śarīranē sāruṁ rākhavā tathā sārū kēma jaṇāya tē saṁbaṁdhamāṁ kahēvatō.

Literally
Proverbs regarding keeping this body well and how it is perceived.
What it means
This is a category header for health-related sayings.

Also said as

  • ખાઈને સુઈ જવું, ને મારીને નાસી જવું.
  • ઉંધ ને આહાર વધાર્યા વધે ને ઘટાડ્યાં ઘટે.
  • શરીરને કસ્યું હોય તેમ વધારે ચાલે.
  • જેણે ખાધી રસા(ય)ણ, તે પહોંચ્યા મસાણ.
  • બાદશાહે બીરબલને પૂછ્યું કે, “સબસે અચ્છા દિન કૌનસા?”
  • બીરબલે જવાબ આપ્યો, “જીસ રોજ દસ્ત ખુલાસા હોવે, ઓ દિન અચ્છા.”
  • મળ શુદ્ધિના દોષ, સર્વ રોગનું કારણ.
  • એક જોગી, બે ભોગી ને ત્રણ રોગી.
  • નાડે નરવા તેને વૈદ શું કરે.
  • મિતાહાર આરોગ્યનું મૂળ છે.
  • પીએટી ખસે તેવી મહેનત ન કરવી.
  • ભૂખને તથા તરસને મારવી નહીં.
  • ઝાઝો સ્વાદ તે રોગનું મૂળ.
  • ઉંધ ન આવે તેવા વિષમ આસને સુવું નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ