બેઠક Bethak

૧૭. કાળી ચૌદશ ને આદિતવાર ફરીફરીને નહીં આવે.

17. kāḷī caudaśa nē āditavāra pharīpharīnē nahīṁ āvē.

Literally
Kali Chaudash on a Sunday will not come again and again.
What it means
Rare opportunities do not recur frequently and must be seized promptly.

Also said as

  • અવસરે નહી ભૂલતાં. (અવસર સાચવી લેવા વિષે.)
  • કાળી ચૌદશ ને આદિતવાર ફરીફરીને નહીં આવે.
  • સાતમ ને સોમવાર વારે વારે આવે નહીં. હાથ આવેલી તક ખોવી નહીં.
  • કરવું હોય તે કરી લ્યે, નીકર વહાણ વાઈ જશે.
  • ટાણે થાય તે નાણે ન થાય.
  • અવસરે ચેત્યા ભલા.
  • દાવ આવ્યો સોગઠી મારવી.
  • લાગે લાકડું ભાગે.
  • વખત જોઈ વાત કરવી.
  • વા જોઈ વહાણ હંકારવું.
  • પવન જોઈ પીઠ દેવી.
  • વળ જોઇને ટાંકણું મારવું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક